ગીર સોમનાથમાં અન્ય પક્ષમાં ઉમેદવારી નોંધાવના ભાજપના ૧૦ કાર્યકરો કરાયા સસ્પેન્ડ

0
30
Share
Share

વેરાવળ,તા.૧૯

ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પાર્ટી સામે બંડ પોકારી ચૂંટણીમાં અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહેલા ૧૦ વર્તમાન અને પૂર્વ હોદેદારોને જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાની આકરી કાર્યવાહી કરતા ચકચાર પ્રસર્યો છે. હજુ પણ ભાજપ પાર્ટીમાં રહી પક્ષ વિરોધી કરતા કાર્યકર હોદેદારોને સસ્પેન્ડ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળી છે. આજે સસ્પેન્ડ કરાયેલામાં વેરાવળના ૬, સુત્રપાડા અને કોડીનાર વિસ્તારના ૨ – ૨ મળી કુલ ૧૦ હોવાનું સામે આવ્યુ છે. ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા સત્તાધારી ભાજપમાં રાફડો ફાટ્યો હતો.

અનેક આગેવાનો અને મોટાભાગના કાર્યકરોની ટિકિટ કપાતા રોષે ભરાયા હતા. જેથી પાર્ટીમાં વંચિત રહેલા આગેવાનો અને કાર્યકરોમાં ઉકળતો ચરૂ સામે આવ્યો હોય તેમ અનેક આગેવાનોએ પાર્ટી સામે બંડ પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી દેતા રાજકારણ ગરમાયું હતુ. શિસ્તબધ્ધતા માટે પ્રખ્યાત ભારતીય જનતા પાર્ટીમાં પક્ષના જ આગેવાનો અને કાર્યકરોના બળવાને ગંભીરતાથી લઈ જિલ્લા ભાજપ પ્રમુખે આવા લોકોને પક્ષમાંથી પાણીચુ પકડાવી દેવાતા ખળભળાટ મચ્યો છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમારે જણાવ્યું કે,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના દરેક કાર્યકર્તા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ વિરોધી પ્રવૃતિ કરી પાર્ટીને નુકશાન કરનાર ૧૦ જેટલા આગેવાનો કાર્યકરોને પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here