ગીર ગઢડા તાલુકાના નારીયેળી મોલીમાં વરસાદથી લોકોમાં ખુશાલી

0
10
Share
Share

ગિરગઢડા તા ૨૯

ગીર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો આકાશમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગીર ગઢડા તાલુકાના નારીયેલી મોલી, લુવારી મોલી કાકીડી મોલી,ચોરાળી મોલી,મોટી મોલી સાણા વાકીયા,નાના સમઢીયાળા, પાણખાણ, બેડીયા સોનારિયા, ધોકડવા, સહિત સમગ્ર ગીર વિસ્તારમાં વરસાદ થતાં સમગ્ર પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી. પહેલાં આગોતરા વરસાદ થતાં ધરતીપુત્રો એ વાવેતર કરવામાં આવ્યું હતું અને પછી વરસાદ ખેંચાતા ખેડૂતોએ ફૂવારા પદ્ધતિથી પિયત ચાલુ કર્યું હતું અને આજે આ પંથકમાં વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયાં હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here