ગીરસોમનાથ પંથકમાં અતિવૃષ્ટિથી ધરતીપુત્રોની હાલત બદતર,સહાય ત્વરીત આપવા માંગ

0
27
Share
Share

ગિરગઢડા તા ૨૩

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. આવી વિકટ સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને માર પડ્યો છે. વર્ષા ઋતુના આરંભમાં ખેડૂતો આકાશ સામે જોઈને વિચારતા હતા કે હવે ક્યારે આવશે, અત્યારે પણ આકાશ સામે જોઈને વિચારે છે કે હવે ક્યારે બંધ થશે. ખેતરમાં તૈયાર થયેલા પાક માણસને ઉપયોગી નથી રહ્યા પરંતુ છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી પશુ માટે ઘાસચારમાં ઉપયોગી થાય એવા પણ ન રહ્યા. બધો જ પાક પાણી માં ગરકાવ થયો છે અથવા ખેતરમાં પાણી ભરાવવાથી સડી ગયો છે.  પ્રકૃતિના રોદ્ર રુપ સામે માણસ માત્ર લાચાર છે.

એક જ પ્રાર્થના કરીએ કે હે ! મેઘરાજા હવે ખમૈયા કરો સમગ્ર ગીર ગઢડા તાલુકાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા ગિરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ રુપાળા યે કરી ધારદાર કરી રજુઆત  ચોમાસાની શરુઆત થી જ તાલુકા માં વરસાદ એકધારો ચાલું જ છે જે આજની તારીખે પણ ચાલુ છે જેથી ખેતરોમાં પાણી ભરાયેલા રહ્યા હોવાથી પાક સંપુર્ણ પણે ( નિષ્ફળ ) બગડી ગયેલ છે ઉત્પાદન બચાવવી શકાય તેવી કોઈ શકયતા નથી  સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય ખેડૂતો માટે ખુબજ ઉપયોગી સાબિત થશે. પરતું ગીર ગઢડા તાલુકાના ખેડૂતો ને સહાય માં વધારો કરવો પડે તેવી સ્થિત ?  સંપુર્ણ પાક નિષ્ફળ નો અહેવાલ મુજબ  ગણતરી કરી  સહાય માં વધારો કરવામાં આવે તેવી માંગણી ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રુપાલા દ્વારા મુખ્યમંત્રી વિજય રુપાણી,આર સી ફળદુ અને જયેશભાઇ રાદડિયા ને પત્ર દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here