ગીરસોમનાથમાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાતાં દર્દીઓને અન્યત્ર નહીં ખસેડવા પડે

0
27
Share
Share

ગીરસોમનાથ,તા.૨૫

જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. આ ઉપરાંત ૬૦ બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત કરવામાં આવેલા છે. જેના કારણે દર્દીઓને અન્યત્ર ખસેડવાની હવે જરૂર નહીં પડે તેમ માનવામાં આવી રહ્યું છે. ગીરસોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરતકોવિડ ૧૯ એટલે કે, નોવેલ કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે.

જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-૪ અને સરકારી હોસ્પિટલ-૧ તેમજ ૬૦ બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૧૦૦ બેડ ઓક્સિજન સાથે ૨૭ બેડ આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે ખાનગી હોસ્પિટલમા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ ખાતે -૩૦ બેડ ઓક્સિજન સાથે ૬ બેડ આઈસીયુ સાથે અને ૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

શ્રીજી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૧ બેડ જેમા ૧૯ બેડ ઓક્સિજન સાથે ૫ બેડ આઈસીયુ, ૨- વેન્ટીલેટર ઉપલબ્ધ છે. સોમનાથ હોસ્પિટલ વેરાવળ-૩૦ બેડ જેમા ૨૨ બેડ ઓક્સિજન સાથે ૬-બેડ આઈસીયુ સાથે ૧-વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અલિફ હોસ્પિટલ વેરાવળ-૩૦ બેડ સાથે ૨૫ બેડ ઓક્સીજન સાથે ૬-બેડ આઈસીયુ અને ૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here