ગીરસોમનાથઃ સફેદ માખીનો ઉપદ્રવ નાળીયેરીનાં પાક માટે જોખમી

0
19
Share
Share

ગિરગઢડા તા.૮

કોકોનેટ પોકેટ ગણતા ગીર સોમનાથ ના નારીયેરી ના પાક  પર જોખમ સફેદ માખી ના ઉપદ્રવ ના પગલે નાળિયેરી નો થઈ રહ્યો છે નાશ નાળિયેર પકાવતા બાગાયતી ખેડૂતો બન્યા બેહાલગુજરાત ના ગીર સોમનાથ જિલ્લા માં માંગરોળ થી ઉના સુધી અંદાજે ૧૦ હજાર હેકટર માં નાળિયેરી નું વાવેતર છે જેમાં મહદઅંશે વેરાવળ તાલુકા માં મોટા પ્રમાણ માં નાળિયેરી ના બગીચા છે ગીર સોમનાથ માંથી દિલ્હી અને બોમ્બે સુધી નારિયેળ સપ્લાય કરતાં ખેડૂતો આજે બેહાલ બન્યા છે ખેડૂતો ની બેહાલી નું કારણ સફેદ માખી બની છે. યુવા ખેડૂતે ઈન્ટરનેટ ના માધ્યમ થી તપાસ કરતાં ફ્લોરિડા માંથી આ માખી નો ઉપદ્રવ ભારત માં આવ્યો છે કેરળ બાદ ગુજરાત ના ગીર સોમનાથ માં આ માખી નો ઉપદ્રવ વધ્યો છે. આ માખી ના કારણે નારીયેરી ના પાન એકદમ કાળા પડી ખરી જાય છે અને નારિયેળ નું ઉત્પાદન અટકી જાય છે. ખેડૂતો ના કહેવા મુજબ નારીયેરી ની ખેતી માટે પ્રથમ પાંચ વર્ષ ખેડૂતો ને અથાગ પરિશ્રમ કરવો પડે છે અને બાળક ની જેમ નારીયેરી ના છોડ ને ઉછેરવો પડે છે. પાંચ વર્ષે નારીયેરી માંથી આવક શરુ થાય છે જે નારીયેરી ૨૫ થી ૩૦ વર્ષ સુધી આવક આપે છે. પરંતુ આ સફેદ માખી ના કારણે નારીયેરી માત્ર છ માસ માં જ નષ્ટ થઈ જાય છે.

ખેડૂતો ની બેહાલી નું કારણ સફેદ માખી બની છે. તો ગીર સોમનાથ જિલ્લાના અમ્બુજા કેવિકે ના બાગાયતી વિજ્ઞાન કેન્દ્ર અધિકારી રમેશભાઈ રાઠોડ ના કહેવા મુજબ આ માખી નો ઉપદ્રવ ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારમાં આવવાનું મુખ્ય કારણ બહાર થી આવતું મટીરીયલ છે. જોકે અત્યાર સુધી માંગરોળ ચોરવાડ અને ગડુ આસપાસના વિસ્તરમાં હતો પરંતુ હવે તે વેરાવળ આસપાસના વિસ્તારોમાં પહોંચીયો છે. જે સફેદ માખી ધીરેધીરે પાન ને પુરા કરી નાખે છે. આ માખી ના કારણે નારીયેરી ના પાન એકદમ કાળા પડી ખરી જાય છે અને નારિયેળ નું ઉત્પાદન અટકી જાય છે. પરંતુ જો એક સાથે આસપાસના ખેડૂતો પણ યોગ્ય રીતે અને એકસાથે દવા નો છંટકાવ કરે તો આ માખીનો સામનો જારી શકાય છે.

જો કે નારિયેળ પકવતા ખેડૂતો ના કહેવા મુજબ બાગાયતી વિભાગ ના સૂચનો પણ કારગત નિવડતા નથી. અને નારીયેરી નષ્ટ થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર આ બાબત ની ગંભીરતા લઈ યોગ્ય ઉપાય અથવા ખેડૂતો ને સહાય કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here