ગીરગઢડા : વડવિયાળા ગામે ગૌચરમાં થયેલું દબાણ હટાવવા કિસાન સંઘની માંગ

0
18
Share
Share

ગીરગઢડા, તા.૧૫

ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે ૧૯૧ હેકટર જમીન ગૌચરમાં પેશકદમી થઈ ગઈ છે. ૨૦૧૮ થી ગામલોકો વારંવાર રજુઆત ગત ફેબ્રુઆરી ૨૦૨૦ ના જીલ્લા વિકાસ અધિકારીએ વડવિયાળા સરપંચને ૧ માસમાં તા.૩૧/૫ સુધીમાં દબાણ દુર કરવા નોટીસ બાદમાં તા.૧/૬/૨૦૨૦ થી હોદાપરથી દુર કરવામાં આવશે. આ આદેશ સામે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી કાર્યરત સરપંચ ૧૫ વિઘા જમીનમાં ગૌચરમાં  દબાણ કરેલ ઉપસરપંચ ૧૨ પ્લોટ રાહતના એક જાહેર બજાર ૨૦૮૦ ફૂટ લંબાઈ વાળી બજારમાં સદંતર દબાણ કરેલ સભ્ય નાથા શિદિ નકુમ, લીલીબેન નાથા ગૌચરમાં મકાન બનાવેલ છે. જેની તટસ્થ તપાસ કરવી. જો કે તાલુકા પંચાયત અમોને વારંવાર ૨૦૧૮ થી તા.૧૦/૯ સુધી રજુઆત કરેલ છે કે દબાણ દુર કરવાની કાર્યવાહી શરૂ છે પરંતુ કાગળ ઉપર શરૂ હોઈ આ બાબત જીલ્લા કલેકટરને અવારનવાર રજુઆત કરેલ પરંતુ કોઈ ચોક્કસ નિવેડો નહીં આવતા ભારતીય કિસાન સંઘ જૂનાગઢનાં ઉપપ્રમુખે વિકાસ કમિશ્નરને લેખીત પત્ર પાઠવી પ્રશ્ન હલ કરવા માંગણી કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here