ગીરગઢડા : મછુન્દ્રી ડેમનાં સ્ત્રાવમાં યુવતિને પાણીમાં ખેંચી મારી નાખતો મગર

0
17
Share
Share

પાંચ કલાકની જહેમત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કઢાતા પરિવારમાં ઘેરો શોક

ઉના તા. ૧૧

ઉનાનાં ગીરગઢડા તાલુકાનાં પોપટડી નેશ મછુન્દ્રી ડેમનાં સ્ત્રાવ વિસ્તારમાં ઓલ છે. આજે પોપટડી નેશ વિસ્તારમાં રહેતી હિરલબેન ભાભલુભાઇ વાઘ ઉ.વ. ૧૬ સવારે ૭ઃ૩૦ કલાકે વાસણ ધોવા મછુન્દ્રી નદી કિનારે બેઠી બેઠી ધોતી હતી. ત્યારે મછુન્દ્રી નદીમાં ઘણા મગરોનો વસવાટ હોય એક મગર ત્યાં આવી અને સગીરાને મોઢામાં દબોચી ખેચી પાણીમાં લઇ ગઇ હતી. પોપટડી નેસના લોકો જોઇ જતા દેકારો કરવા લાગેલ મગરના મોઢામાંથી છોડાવા પ્રયત્ન કરેલ પરંતુ મગર ઉંડા પાણીમાં લઇ ગઇ હતી. આ અંગેની જાણ ગીરગઢડા મામલતદાર એચ.આર. કોરડીયાને થતા સ્ટાફ સાથે વન વિભાગના કર્મચારીની મદદ લઇ સ્થાનીક યુવાનો પણ દોરડા, ટાયર ટયુબ નાખી નદીમાં શોધખોળ કરતા બપોરે સગીરાનો મૃતદેહ મળી આવેલ અને તેને પોસ્ટ મોર્ટમ માટે ગીરગઢડા સરકારી હોસ્પીટલે લઇ જવાઇ હતી. તહેવારોમાં સગીર દિકરીને મગર ઉપાડી જઇ મોત નિપજાવતા પરિવાર શોકમય બની ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here