ગીરગઢડામાં વિજળીનાં ધાંધીયાથી પ્રજા તથા વેપારીઓ પરેશાન

0
13
Share
Share

નિયમિત વિજ પુરવઠો આપવા ચેમ્બરની રજૂઆત

ગીરગઢડા, તા.૧૫

ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઈ વી.ગાંધી, ઉપપ્રમુખ અનીલભાઈ વીઠલાણીએ ગીરગઢડા પીજીવીસીએલ સબ કચેરીના ડેપ્યુટી ઈજનેર સોલંકીને લેખીતમાં રજુઆત કરી છે કે ગીરગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી અવાર નવાર વિજ પુરવઠો બંધ થઈ જાય છે. લાંબા સમય સુધી શરૂ થતો નથી. નાનામોટા વેપારીઓ, હિરાના કારખાના, ઠંડા પીણા વેપારીઓ ત્થા ઓનલાઈન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ઘણીવાર રાત્રીના વિજ પુરવઠો બંધ થઈ જવાથી લોકો અંધારામાં હેરાન પરેશાન થાય છે. ચોરી કે અઘટીત બનાવ બનવાનો ભય રહે છે. દર શનિવારે મેન્ટેનનાં બહાને ૧૦ કલાક વીજ કાપ રાખવામાં આવે છે. વચ્ચેના દિવસોમાં જાણ કર્યા વગર વીજ પ્રવાહ બંધ કરાતા પારવાર મુશ્કેલી પડતી હોય નિયમિત વિજ પુરવઠો મળતો રહે તે માટે માંગણી કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here