ગીરગઢડામાં બે ઈંચ ત્થા ઉનામાં એક ઈંચ વરસાદ

0
8
Share
Share

ઉના, તા.૩૦

ઉના શહેર ત્થા તાલુકામાં ૬ દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાનુ આગમન શરૂ થયુ હતુ ધોધમાર ૩ થી ૪ ઝાપટા વરસી જતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ વરસી ગયો છે. મોસમનો પાંચ ઈંચ (૧૨૯ મીમી) થયો છે. તેમજ ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, નવાબંદર, સીમર, શૈયદ રાજપરા, આમોદરા, સામતેર, સનખડા, ભાચા, ખાપટ, કેસરીયા સીલોજમાં બે ઈંચ વરસાદ વરસી ગયો છે.

જ્યારે ગીરગઢડા શહેર ત્થા ગ્રામ્ય પંથકમાં સવારે ત્થા બપોરના બે વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસી જતા સાંજે ૫.૦૦ સુધીમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. મોસમનો ૧૪૫ એમએમ એટલે ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. ગ્રામ્ય વિસ્તાર વડવીયાળા, દ્રોણ, ફાટસર, ઈંટવાયા, સનવાવ, ઉમેદપરા, બાબરીયા, ભાખા, થોરડીમાં પણ બે ઈંચ વરસાદ વરસી ગયો છે. ખેતરમાં વાવેલ બીયારણ ઉપર સમયસર વરસાદ વરસી જતા ખેતીના પાકને જીવતદાન મળી ગયુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here