ગીતકાર સંતોષ આનંદને નેહાની મદદથી પતિને ગર્વ

0
18
Share
Share

ગીતકાર વીડિયોમાં પોતાની સંઘર્ષ કહાણી કહી રહ્યા છે જેે જોઈને શોની જજ નેહા કક્કડ સહિત બધા રડવા લાગ્યા

મુંબઈ,તા.૨૨

જિંદગી કી ના ટૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી સિવાય મહોબ્બત હૈ ક્યા ચીઝ, એક પ્યાર કા નગમા હૈ’ અને ’મેઘા રે મેઘા રે મત જા તૂ પરદેશ’ જેવા ઘણા શાનદાર સોન્ગ બોલિવુડને આપનારા સંતોષ આનંદ ઈન્ડિયન આઈડલ ૧૨ના સ્ટેજ પર મહેમાન બનીને આવવાના છે. જ્યાં તેઓ પોતાના જીવનની વ્યથા કહેતા જોવા મળશે. જેનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેઓ પોતાની સંઘર્ષ કહાણી કહી રહ્યા છે અને તે જોઈને શોની જજ નેહા કક્કડ સહિત દરેક રડવા લાગે છે. બાદમાં નેહા તેમને ૫ લાખ રુપિયાની મદદની જાહેરાત કરે છે. જેના જવાબમાં સંતોષ આનંદ કહે છે કે, ’હું સ્વાભિમાની છું, આજ સુધી કોઈની પાસેથી કઈ માગ્યું નથી. આજે પણ મહેનત કરું છું’. નેહા રડતા-રડતા કહે છે કે, ’તમે એવું સમજો કે, તમારી પૌત્રી તમને આપી રહી છે’. તો સંષોત આનંદ કહે છે કે, તેથી હું રકમનો સ્વીકાર કરીશ. નેહા કક્કડ દિલથી કેટલી ઉદાર છે તે ઘણીવાર જોવા મળ્યું છે. તે કન્ટેસ્ટન્ટ્‌સ તેમજ ગરીબ બાળકોને મદદ કરી રહે છે. આ વાતથી તેનો પતિ રોહનપ્રીત સિંહ ગર્વ અનુભવી રહ્યો છે. રોહનપ્રીતે સોશિયલ મીડિયા પર એપિસોડનો પ્રોમો શેર કર્યો છે અને લખ્યું છે કે, ’તે મને રડાવી દીધો. નેહૂ વ્યક્તિએ કેવા હોવું જોઈએ તે માટે તું ઉત્તમ દ્રષ્ટાંત છે. તું ખરેખર રાણી છે. માતા રાણી અને વાહેગુરુજી તને દરેક ખુશી આપે. તું હંમેશા આવી જ રીતે સારા-સારા કામ કરતી રહે. દુનિયાના સારામાં સારા આશીર્વાદ તને મળે. તને ભગવાન તંદુરસ્ત રાખે. જ્રહીરટ્ઠાટ્ઠાાટ્ઠિ આ શબ્દોની તું હકદાર છે. લેજન્ડ સંતોષ આનંદજી તમારા માટે ખૂબ આદર અને પ્રેમ. વીડિયોની વાત કરીએ તો, સંતોષ આનંદ તેમાં કહી રહ્યા છે કે, ’વર્ષો બાદ હું મુંબઈ આવ્યો છું. સારું લાગી રહ્યું છે. એક ઉડતા પક્ષીની જેમ હું અહીંયા આવતો હતો અને પરત જતો રહેતો હતો. રાતભર જાગીને ગીત વખતો હતો. મેં ગીત મારા લોહી અને કલમથી લખ્યા. એટલું સારું લાગે છે તે દિવસ યાદ કરીને. આજે તો મારે માટે એવું લાગે છે કે જાણે દિવસે પણ રાત પડી ગઈ. આગળ તેઓ કહી રહ્યા છે કે, ’હું સારી રીતે જીવવા માગુ છું. પગપાળા પીળા કપડા પહેરીને માતાના દર્શન કરવા જતા હતા. રામજીની મારા પણ ઘણી કૃપા હતી. ઘણુ બધું આપ્યું હતું. બધુ કેવી રીતે જતુ કર્યું. રામજીનો કબાટ કોણે બંધ કરી દીધો, મને આજ સુધી જાણ નથી થઈ. હવે તે સમય તો નથી, પરંતુ એટલું કહેવા માગુ છું કે, જો બીત ગયા હૈ વો અબ દોર ન આયેગા, ઈસ દિલ મેં સિવા તેરે કોઈ ઔર ન આયેગા. ઘર ફૂંક દિયા હમને અબ રાખ ઉઠાની હૈ, જિંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here