ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીની તુલના નાઝી જર્મીના પ્રચારક જોસેફ ગોબેલ્સ સાથે કરી

0
22
Share
Share

મુઝફ્ફરપુર,તા.૨૨

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહએ ખેડૂત આંદોલનમાં કોંગ્રેસની ભૂમિકાને લઇને ફરી એક વાર રાહુલ ગાંધી ઉપર નિશાન તાક્યું છે. મુજફ્ફરપુર પહોંચેલા ગિરિરાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતા ખેડૂત આંદોલનના મારફતે પોતાની રાજનીતિ ચમકાવવાની કોશિશ કરી રહ્યા છે. તે જ સમયે, ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજસિંહે રાહુલ ગાંધીની તુલના નાઝી જર્મનીના પ્રચાર પ્રધાન ડૉ. જોસેફ ગોબેલ્સ સાથે કરી.

’રાહુલ ગાંધી ગોઇબલ્સની થિયરીને પોતાનું આદર્શ માનીને એક જુઠાણ વારંવાર બોલીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઇતિહાસ આ વાતની સાક્ષી છે કે, ગોઇબલ્સનો સિદ્ધાંત વધારે પ્રભાવી નથી થઇ શક્યો. રાફેલ વાળી વાતમાં પણ આ થિયરી નિષ્ફળ થઇ હતી. તેવી જ રીતે આગળ પણ આ થિયરી વધારે ટકવાની નથી.’ -ગિરિરાજ સિંહ, કેંન્દ્રીય પ્રધાન.

ખેડૂતોની વચ્ચે જૂઠ ફેલાવી રહેલા રાહુલ ગાંધી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર ખેડૂતોને છેતરે છે. તેવો આરોપ લગાવતા કહ્યું હતું કે, પાકની ખરીદીમાં વધારો થયો છે. પરંતુ રાહુલ ગાંધી ખેડૂતોમાં જૂઠ ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, વાસ્તવિકતામાં આજે દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here