ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેતા પ્રવાસન મંત્રી જવાહર ચાવડા

0
16
Share
Share

જૂનાગઢ તા. ૧,

આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નિર્માણાધીન ગિરનાર રોપ-વે સાઇટની આજે પ્રવાસન મંત્રી  જવાહરભાઇ ચાવડાએ મુલાકાત લીધી હતી ૨.૫ કિલો મીટર લંબાઇ ધરાવતા આ રોપ-વે પ્રોજેક્ટ ની ડિઝાઇન ઓસ્ટિયામાં બની છે. જે એશિયાની સૌથી મોટી રોપવે ડિઝાઇન ડોપલમાયર કંપની છે.

ઉષા બ્રેકો પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ મનોજ પવારે લેટેસ્ટ ટેકનોલોજી સાથેના એશિયામાં સૌપ્રથમ નિર્માણ થનાર ગિરનાર રોપ-વે પ્રોજેકટની મંત્રીને તલસ્પર્શી વિગતો આપી હતી.ટ્રોલી, રોપ-વેની ક્ષમતા લોઅર સ્ટેશન સહિતની વિગતો તેમણે આપી હતી. મંત્રીશ્રી આ મુલાકાત પ્રસંગે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહૈલ કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા સહિત વહીવટી તંત્રના અને ઉષા બ્રેકો કંપની લિમિટેડ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here