ગિરનાર રોપ-વેના ભાડા બાબતે સંબંધિતોના દાવા-પ્રતિદાવા શરૂ

0
21
Share
Share

જૂનાગઢ, તા.૧૧

જૂનાગઢમાં શરુ થયેલા ગિરનાર રોપ-વે ના ભાવને લઈ વિરોધ થઈ રહ્યો છે. ગિરનાર રોપ-વેના ભાવ કોણે નક્કી કર્યા તેને લઈને સવાલ ઊભા થયા હતા. ત્યારે ગુજરાત ટુરિઝમ વિભાગે હાથ ખંખેરી નાખ્યા છે. અને ગિરનાર રોપ-વે ના દર ઉજર અને પેટ્રોકેમિકલ્સ વિભાગે મંજુર કર્યાનું બહાર આવ્યું છે.

ગિરનાર રોપ-વે ના કમરતોડ ભાવના મુદ્દે જૂનાગઢવાસીઓમાં રોષ ફેલાયો હતો ત્યારે આજ સુધી રાજ્ય સરકાર મૌન રહી હતી. તેમજ ભાવ વધારાને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી, જો કે રોપ-વે કંપની રાહતના નામે લોકોને મનાવવા પ્રયાસ થઇ રહ્યા હતા.

બીજી તરફ રાજ્ય સરકાર આ મુદ્દે મૌન રહી છે અને ગિરનાર રોપ-વે ના ભાવ ને લઇ જૂનાગઢમાંથી ગુજરાત ટુરિઝમ વિભાગ માં ભાવ ઘટાડવા અંગે રજૂઆત થઈ હતી. ત્યારે ટુરીઝમ  વિભાગે જવાબમાં જણાવ્યું છે કે, ટિકિટના દર ઊજર અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ રજૂઆત ઊજર અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ને મોકલી આપવામાં આવશે.

ગુજરાત ટુરીઝમના આ પ્રકારના જવાબથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રોપ-વે ના ભાવ સરકારે નક્કી કર્યા છે. જુનાગઢના લોકોની માંગણીને ધ્યાનમાં લઈને સરકારે  ભાવમાં ઘટાડો કરવો જોઇએ. તેવી ફરી એક વખત આ માંગણી પ્રબળ થવા પામી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here