ગાવસ્કરની વિવાદાસ્પદ ટિપ્પણી પર પત્ની અનુષ્કાએ આપ્યો સણસણતો જવાબ

0
23
Share
Share

મુંબઈ,તા.૨૫

ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલાં સુનીલ ગાવસ્કરે ગુરુવારે કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ દરમિયાન વિરાટ કોહલીનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું. કોહલીએ ફિલ્ડીંગમાં બે કેચ છોડ્યા હતા તો બેટિંગમાં પણ એક રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ મેચમાં કોમેન્ટ્રી દરમિયાન સુનિલ ગાવસ્કરે વિરાટ અને અનુષ્કાને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેનો સણસણતો જવાબ અનુષ્કા શર્માએ આપ્યો છે. અનુષ્કાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, મિસ્ટર ગાવસ્કર, એ વાત સાચી કે તમે જે કહ્યું તે સારું ન હતું.

પણ મને સારું લાગશે જો તમે એ જણાવી શકો કે તમે પતિની રમત માટે તેની પત્ની પર આરોપ લગાવતાં આવી ટિપ્પણી આપવા અંગે કેમ વિચાર્યું? હું જાણું છું કે આટલાં વર્ષોમાં તમે કોમેન્ટ્રી દરમિયાન કોઈપણ ક્રિકેટરની પ્રાઈવેટ લાઈફનું સન્માન કર્યું છે. શું તમને નથી લાગતું કે તમારે એ જ પ્રકારનું સન્માન અમારા માટે રાખવું જોઈતું હતું? આ ઉપરાંત અનુષ્કાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે ગત રાત્રે મારા પતિના પ્રદર્શન પર કોમેન્ટ કરવા માટે તમારી પાસે અનેક વાક્યો અને શબ્દો હશે,

કે તમારા શબ્દો ત્યારે જ મહત્વ રાખે છે જ્યારે તેમાં મારું નામ આવ્યું હોય. આ ૨૦૨૦ છે અને મારા માટે હજું પણ વસ્તુઓ બદલાઈ નથી. ક્યારે એવું થશે કે જ્યારે મને ક્રિકેટમાં ઢસેડવાનું બંધ કરવામાં આવશે અને આ પ્રકારની એક તરફની ટિપ્પણીઓ નહીં કરવામાં આવે? આદરણીય મિ. ગાવસ્કર તમે એક મહાન ક્રિકેટર છો, જે આ જેન્ટલમેન ગેમમાં એક ઊંચું સ્થાન ધરાવો છો. હું બસ તમને એ જણાવવા માગું છું કે જ્યારે તમે આવું કહ્યું તો મને કેવું લાગ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here