ગારીયાધારને મળશે અતિ આધુનિક સુવિધા ધરાવતી ગુજરાતની સૌપ્રથમ એમ્બ્યુલન્સ

0
23
Share
Share

૨૩ નવેમ્બરે પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ-

વેળાવદર,તા.૨૧

ગારિયાધારના કે.જે. વાધાણી સામુહિક આરોગ્ય કેન્દ્રને ગુજરાતની અતિ આધુનિક સુવિધા ધરાવતી સૌપ્રથમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ આગામી ૨૩ નવેમ્બરના રોજ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં લોકાર્પણ થશે.આ અંગેની વિગતો આપતા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પરેશભાઈ ખેનીએ જણાવ્યું કે આ એમ્બ્યુલન્સ ગુજરાતની સૌપ્રથમ એવી એમ્બ્યુલન્સ છે કે જેમાં ફોર્સ કંપની ફીટેડ એડવાન્સ લાઇફ સપોટર્ સિસ્ટમ કામ કરી રહી છે. જેમાં મલ્ટિ પેરા મોનિટર,કાર્ડિયાક ડી. કે. પ્રિવેન્ટીલેટર, જેનાથી કાર્ડિયાક એટેક ધરાવનાર દદર્ી ને લાઇફ સપોટર્ સિસ્ટમ આપી શકાશે,અને બાળકને પણ ભાવનગર સુધી પહોંચતાં લાઇફ સપોટર્ કરી શકાશે. શિરીષ પમ્પ અને સક્શન પમ્પ ઓક્સિજન સપોટર્ સાથેના આ એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યા છે. સ્પાઇન બોર્ડ સિસ્ટમ પણ તેમાં સામેલ છે. ફોસે કંપની ફીટેડ આ એબ્યુલન્સ ગુજરાતની સૌથી પ્રથમ એમ્બ્યુલન્સ છે. જેની કિંમત ૩૩- ૭૬ લાખ છે.

આ સમગ્ર સિસ્ટમને સમજવાં  પેરામેડિકલ સ્ટાફના તજજ્ઞો ગારીયાધાર આવી તેની પુરતા ઉપયોગ કરવાની તાલીમ આપશે. આ એમ્બ્યુલન્સમાં જિલ્લા આયોજન સમિતિ દ્વારા ૧૪-૭૬લાખ,જિ.પં.સદસ્યા ગીતાબેન ખેનીની ગ્રાન્ટ ના ૭ લાખ,જિ.પ.સદસ્ય ગોવિંદભાઈ મોરડીયાની ગ્રાન્ટ ૩ લાખ,અને સાંસદ શ્રી અમિબેન યાજ્ઞિક તથા નારણભાઈ રાઠવાના ૯ લાખની ગ્રાન્ટનો સહયોગ મળ્યો છે.

આ લોકાપર્ણ કાર્યક્રમમાં વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સાંસદો અમીબેન યાજ્ઞિક, નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય ઓ વીરજી ઠુંમર, કેશુભાઇ નાકરાણી,અંબરીશ ડેર, પ્રતાપભાઈ દુધાત, કનુભાઈ બારૈયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય નિયામક તથા તાલુકા , જિલ્લાનો અધિકારી ગણ પણ હાજર રહેશે.કોવિડ- ૧૯ ના નિયમોના પાલન સાથે કાર્યક્રમ તાલુકા પંચાયત ગારીયાધાર ખાતે યોજાશે. ગારીયાધારના પ્રજાજનોએ આ સુવિધાને આવકારી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here