ગારીયાધારઃ યુવાનની હત્યાનાં બે આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળ

0
197
Share
Share

ભાવનગર, તા.૨૩

ગારીયાધાર તાલુકાના મેસણકાની રબારી યુવતી અને કોળી યુવાન વચ્ચે પ્રેમ સંબંધના કારણે યુવતીના સાવરકુંડલા લગ્ન થયા બાદ ફરી ભગાડી જતા રોષે ભરાયેલા યુવતીના કાકા સહિતના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધાર રહેતા કલ્પેશ નારણભાઈ ધલવાણીયા નામના ૨૪ વર્ષના કોળી યુવાનની ગારીયાધારના સુરા રબારી, કાળુ રબારી, જીકા રબારી, જેસરના પાંચા રબારી અને જગા રબારી નામના શખ્સોએ અપહરણ કરી હત્યા કર્યાની અરવિંદ નારણભાઈ ધલવાણીયાએ  પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક કલ્પેશ ધલવાણીયાને ગારીયાધાર તાલુકાના મેસણકા ગામની કાજલ રબારી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને  એકાદ વર્ષ પહેલાં ભાગી ગયા હતા. બંનેને સમજાવી પરત લાવ્યા બાદ કાજલના સાવર કુંડલા લગ્ન કર્યા હતા. દરમિયાન ભીમઅગીયારસ કરવા માટે કાજલ મેસણકા ગામે આવ્યાની કલ્પેશને જાણ થતા બંને ફરી ભાગી જતા કાજલના પરિવાર દ્વારા શોધખોળ હાથધરી ગારીયાધાર મકાન ભાડે રાખી રહેતા હોવાથી ત્યાંથી કલ્પેશને ત્રણ બાઈક પર આવેલા પાંચ શખ્સોએ અપહરમ કરી થાણા ગામે લઈ જઈ તિક્ષ્ણ અને બોર્થડ પદરથથી હુમલો કરી હત્યા કરી લાશને તળાવ પાસે ફેંકી ભાગી ગયાનું  ફરિયાદમાં જણાવ્યું છે.

ગારીયાધાર પોલીસ મથકના પી.એસ.આઈ.પઢીયાર સહિતના સ્ટાફે પાંચેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here