ગાયોમાં મિથેન ઉત્સર્જન ઘટાડતો ખોરાક વિકસાવાયો, શેવાળમાંથી બનાવાયેલ ખોરાક

0
23
Share
Share

ભાવનગર,તા.૨૦
સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીવીડ ( શેવાળ) આધારિત પશુ ફીડ ઉમેરણ વિકસાવવામાં આવી છે જેમાં પશુઓમાં રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ફોર્મ્યુલેશન બનાવાયું છે જેનાથી ગાય અને મરઘાં માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથોસાથ પશુઓમાંથી મિથેન ઉત્સર્જન ઘટાડે છે. સી.એસ.આઇ.આર – સી.એસ.એમ.સી.આર.આઇ દ્વારા સીવીડ ટેકનોલોજી મારફતે પશુ ખોરાક તૈયાર કરવામાં આવ્યો છે જે રૂમીનન્ટ ( શાકાહારી ) પ્રાણીઓમાં મિથેન વાયુ ઉત્સર્જન ની માત્રા ઘટાડે છે. જેના લીધે વૈશ્વિક ઉષ્ણતામાન માં નોંધપાત્ર અસર પડશે.
સીવીડ ને પ્રોસેસ કરીને અને અલગ અલગ સીવીડ માંથી અર્ક કાઢીને આ ઉમેરણ વિકસાવવામાં આવ્યું છે. એક શાકાહારી પાલતુ પ્રાણીઓ એક દિવસનાં ૨૫૦ થી ૫૦૦ લિટર મિથેન ઉત્સર્જન કરી શકે છે. મોટાભાગે ગાયો પોતાના મોઢેથી ૯૦% મિથેન ગેસ નું ઉત્સર્જન કરતી હોય છે. બાકીનો ગેસ પાચન બાદ ઉત્સર્જિત કરવામાં આવે છે. ફોર્મ્યુલેશન દ્વારા પ્રાણીઓના વજનમાં પણ વધારો થાય છે. ગાયના દૂધમાં કૅલ્શિયમ નો વધારો પણ જોવા મળ્યો છે.
પ્રાણીઓમાં આંતરડા નું સ્વાસ્થ્ય , સારી ગુણવત્તાના ઈંડા મળવા જેવી સારી બાબતો નોંધાવામાં આવી છે. સીવીડ પર એ રીતે પ્રોસેસ કરવામાં આવી છે જેથી જૈવ સક્રિય ઘટકો સચવાઈ રહે છે. સીવીડ નાં ફોર્મ્યુલેશન ભારત નાં દરિયા કાંઠે જ વિકસાવવામાં આવ્યા છે જે એક ઉદ્યોગને પણ જન્મ આપશે. ભારતની એકવાગરી પ્રોસેસિંગ લિમિટેડ , નવી દિલ્હીને આ ટેકનોલોજી આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here