ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

0
20
Share
Share

અમદાવાદ,તા.૧૬

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને છઝ્રમ્એ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. આજે વહેલી સવારે ACBમ્ને ફરિયાદી તરફથી લાંચ અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ACB માં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ ટ્ઠષ્ઠહ્વની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યાં હતા.

એસીબીને મળેલી માહિતી અનુસાર, શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ અવાર નવાર લાંચ લેવાતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે એસીબી પોલીસે વોચ ગોઠવી હતી. ફરિયાદી પોતાની ગાડીમા ટામેટા ભરીને જગન્નાથ મંદિરના ગેટ નંબર-૪ ની આગળ, દુકાન નંબર-૪૮ ની પાછળના ભાગે, શાક માર્કેટની વહેલી સવારે ઉભા રહીને ટામેટા વેચવા ગાડીને ઉભી રાખવા અને ટામેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી ACBના પોલીસ કર્મચારીઓ દ્વારા દરરોજના રૂ.૫૦ થી રૂ.૧૦૦ સુધીનો ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરવામા આવતી હતી. જેથી ACB ટીમે તેઓને ઝડપી લીધાં હતાં.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here