ગાઝિયાબાદમાં યુવતીને લગ્ન પહેલા કોઈ બીજો છોકરો દેખાડીને તેના લગ્ન અન્ય છોકરા સાથે કરાવી દેવાયા

0
18
Share
Share

ગાઝિયાબાદ,તા.૧૩

ફિલ્મ કોયલામાં ગૌરીને (માધુરી દીક્ષિત) લગ્ન કરવા માટે શંકરનો (શાહરુખ ખાન) ફોટો દેખાડવામાં આવે છે. પરંતુ જાન લઈને માંડવે રાજા સાબ (અમરિશ પુરી) પહોંચે છે. આ વાતની જાણ ગૌરીને ફેરા ફરતી વખતે થાય છે. પરંતુ લાચાર ગૌરી કંઈ કરી શકતી નથી. આવી જ ઘટના દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદમાં બની હતી. જ્યાં લગ્ન માટે યુવતીને કોઈ બીજો યુવક દેખાડવામાં આવ્યો હતો અને મંડપમાં અન્ય કોઈ યુવક પહોંચી ગયો હતો. યુવક જ્યારે જાન લઈને આવ્યો તો યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જેના કારણે કન્યા-વર પક્ષ વચ્ચે બરાબરની બબાલ થઈ હતી. પરિવારે ગમે તેમ કરીને યુવતીને સમજાવી અને તેના લગ્ન કરાવી દીધા હતા. યુવતી માટે આ આંચકો ઓછો હોય તેમ સુહાગરાતે તેને બીજો આંચકો મળ્યો હતો. યુવક સુહાગરાતે જ પીધેલી હાલતમાં તેની પાસે પહોંચ્યો હતો બીજા દિવસે યુવતીએ આ વાત તેની સાસુને જણાવી હતી અને દારુડિયા પતિ સાથે રહેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. વહુનો પક્ષ લેવાના બદલે સાસુ દીયર સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગી હતી, જ્યારે તેણે સાસરું જ છોડી દેવાની વાત કરી તો તેની સાથે મારઝૂડ પણ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે, લગ્ન પહેલા તેને દર્શન નામનો છોકરો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે જાન પહોંચી તો વરરાજો બીજો એટલે કે દર્શનનો મોટો ભાઈ ગૌરવ નીકળ્યો. જેથી, તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાં ઉપસ્થિત લોકોએ તે સમયે યુવતીને સમજાવી હતી અને બાદમાં તે લગ્ન કરવા માટે તૈયાર થઈ હતી. પીડિતાએ કહ્યું કે, સુહાગરાતના દિવસે તે પતિની રાહ જોઈ રહી હતી. થોડા સમય બાદ નશામાં ધૂત ગૌરવ તેની પાસે આવ્યો ત્યારે તેને જાણ થઈ કે તેની સાથે મોટો વિશ્વાસઘાત થયો છે. તેને જાણ થઈ કે, દારુ પીવાના કારણે ગૌરવના લગ્ન નહોતા થઈ રહ્યા, તેથી તેના નાના ભાઈ દર્શનને દેખાડવામાં આવ્યો હતો.આ વાત તેણે તેના પિયરમાં જણાવી હતી અને સાસરામાં રહેવાનો ઈનકાર કરી દીધો હતો. આરોપ છે કે, યુવતીએ જ્યારે દારુડિયા પતિ સાથે રહેવાની ના પાડી દીધી તો તેની સાસુએ દીયર સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું. યુવતીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો સાસુએ તેની સાથે મારઝૂડ કરી. જે બાદ તે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here