ગાંધીનગર આઈઆઈટીઈની પરીક્ષાઓ સામે એનએસયુઆઈનો વિરોધ

0
12
Share
Share

ગાંધીનગર,તા.૨૫

કોરોના મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તમામ કાર્યો બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવાથી અને કોરોના સંક્રમણથી બચવા માટે તમામ યુનિવર્સિટીઓની પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. જે લોકડાઉન ખુલતા અને અનલોક-૧ દરમિયાન તમામ પરીક્ષાઓની તારીખ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, કોરોનાના પગલે વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી ફરી વાર મુલતવી રાખવાની માગ કરી રહ્યા છે. ગાંધીનગર આઈઆઈટીઈઆઈઆઈટીઈની પરીક્ષાઓ સામે એનએસયુઆઈ નો વિરોધશહેરમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા કોરોના કહેર વચ્ચે પણ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી પરીક્ષાઓ લેવી કે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આઈઆઈટીઈના સત્તાધીશો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પ્રિલિમ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. રાજ્યના ૩૩ જિલ્લા અને ૪ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ આજે પણ પરીક્ષા આપી રહ્યા છે. જેને લઇને એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું, પરંતુ કેમ્પસની અંદર પ્રવેશ આપ્યો ન હતો, આથી એનએસયુઆઈએ બહાર દરવાજા પાસે ધરણાં ધર્યા હતા.

એનએસયુઆઈના નેતા નિખીલ સવાણીએ કહ્યું કે, આઈઆઈટીઈના સત્તાધીશો ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે, અમે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા નહીં યોજવા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ અમને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. જ્યારે ભાજપના નેતાઓ લોકડાઉન દરમિયાન પણ અંદર મહેફિલ જમાવીને બેસતાં જોવા મળ્યા છે. ભાજપના નેતાઓના ઇશારે એનએસયુઆઈ આતંકવાદી સંગઠન હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થામાં પ્રવેશ આપવામાં આવતો નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here