ગાંધીનગરમાં એક જ દિવસમાં ચિકનગુનિયાના ૨૭ કેસ નોંધાતા હડકંપ મચ્યો

0
31
Share
Share

ગાંધીનગર,તા.૨૪

એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ગતવર્ષની તુલનામાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા હોવાનું તારણ છે. ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના મત મુજબ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યાનું અનુમાન છે.

કોરોના કાળ વચ્ચે છેલ્લા કેટલાંક દિવસોથી ગાંધીનગરમાં ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છર કરડવાથી ચિકનગુનિયા થતો હોવાથી ખાસ કાળજી લેવા ડૉક્ટરોએ સૂચન કર્યું છે. આવામાં તાવ આવે, સાંધા દુઃખે, શરીરમાં દુખાવો થાય એ ચિકનગુનિયાના લક્ષણ હોવાથી ખાસ સાવચેત રહેવા ડોક્ટરોની સલાહ છે.

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરમાં ચિકનગુનિયાનો કાળો કહેર સામે આવી રહ્યો છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં ચિકનગુનિયાના ૨૭ કેસો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. તંત્ર દોડતું થઈ ગયું છે. રાજ્યમાં એકબાજુ કોરોના કહેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ચિકનગુનિયાના ૨૭ કેસ સામે આવતા તંત્ર સહિત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો ચિકનગુનિયાના કેસો આમને આમ વધતા રહ્યા તો તંત્ર માટે કોરોના વચ્ચે ચિકનગુનિયાને કંટ્રોલમાં લાવવો મુશ્કેલ થઈ શકે છે.

ગાંધીનગરમાં જે ૨૭ ચિકનગુનિયાના કેસો નોંધાયા છે, તે એક જ દિવસમાં સામે આવ્યા છે. હાલ તંત્રએ જે વિસ્તારમાં કેસો સામે આવ્યા છે, તે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીનગરના સેક્ટર- ૪, ૫, ૬માં ચિકનગુનિયાનો કાળો કહેર સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ આસપાસના વિસ્તારોમાં તપાસની કામગીરીમાં લાગી ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here