ગાંધીનગરની કોર્ટે આશારામ બાપુના વચગાળા જામીન ફગાવ્યા

0
32
Share
Share

ગાંધીનગર,તા.૩૦
જોધપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આશારામ બાપુના અન્ય એક દુસકર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટ દ્વારા વચગાળા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. આશારામ બાપુ દ્વારા તેમની પત્નીની હાર્ટ સર્જરી કરવાની હોવાથી વચગાળાના જામીન મંગયા હતા. નોંધનીય છે કે નારાયણ સાંઈ ૭૭ વર્ષીય માતાની ૧લી ફેબ્રુઆરીએ હાર્ટની સર્જરી હોવાથી ગુજરાત હાઇકોર્ટે આશારામના બાપુના પુત્ર નારાયણ સાંઈના ૩ દિવસના વચગાળા જામીન મંજુર કર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે નારાયણ સાંઈ આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન સુરત કે અમદાવાદના આશ્રમમાં જઈ શકશે નહિ. આ વચગાળાના સમય દરમિયાન તેમને માત્ર તેમની માતાની હોસ્પિટલમાં મુલાકાત કરી શકશે. સુરતની બે બહેનો પૈકી મોટા બહેન દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આશારામ બાપુએ વર્ષ ૧૯૯૭ થી ૨૦૦૬ સુધીના સમયગાળામાં અમદાવાદના મોટેરમાં આવેલા તેમના આશ્રમમાં દુષ્કર્મ કર્યો હતો.
જ્યારે નાની બહેન સુરતના આશ્રમ ખાતે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી હતી. વર્ષ ૨૦૧૮માં રાજસ્થાનની સ્પેશ્યલ જોધપુર કોર્ટે ૧૬ વર્ષની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં આશારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે નારાયણ સાંઈને મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સુરતની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here