ગાંધીધામ : OLX પર સેકન્ડ હેન્ડ બુલેટ લેવા જતા રૂા.૧.૦૮ લાખ ગુમાવતો યુવાન

0
24
Share
Share

ભુજ, તા.૧૦

ગાંધીધામના ગોપાલપુરીમાં આવેલી કસ્ટમ કોલોનીમાં રહેતા અને અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષિય ચંદ્રેશ મણિલાલ મહેશ્વરીને ૮૦ હજારમાં સેકન્ડ હેન્ડ બુલેટ લેવા જતા રૂા.૧.૦૮ લાખ ખોવાનો વારો આવ્યો છે. ચંદ્રેશે તા.૧૯-૭-૨૦૨૦ ના રોજ ઓએલએકસ વેબસાઈટ પર બુલેટ વેચવાની પોસ્ટ જોઈને પોસ્ટ કરનાર આર્મીમેન ચંદુભાઈ પટેલને મેસેજ કરેલો. ૮૦ હજારમાં સોદો પાક્કો થઈ ગયો હતો. બસ પછી એ જ મોડસ ઓપરેન્ડીથી તેની પાસેથી એકજ દિવસમાં ૮ વખત અલગ અલગ બહાને રૂા.૧.૦૮ લાખનુ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવી નાણાં પડાવી લેવાયા હતા. આરોપીએ પ્રથમ ૩૫૦૦ રૂપિયા ડિલિવરી ચાજર્ મોકલવા જણાવેલું પછી ભચાઉ પાસે પોલીસે ગાડી પકડી છે તેમ કહી ૨૫૫૦૦ રૂપિયા પડાવેલા પુરું પેમેન્ટ મળે પછી જ ડિલિવરી થશે તેમ કહી ડિલિવરી મેન જોડે વાત કરાવી વધુ ૨૧ હજાર પડાવાયેલા વળી, ૨૧ હજાર એકસાથે નહોતા મોકલવાના પણ પહેલી વખત ૨૦ હજારનું અને બીજી વખત ૨૧ હજારનું ટ્રાન્ઝેકશન કરી મોકલવાના હતા અને ૨૧ હજારનું પેમેન્ટ રીફંડ થઈ જશે તેમ જણાવી આરોપીએ વધુ નાણાં પડાવ્યા હતા ત્યારપછી તમારા શહેરમાં હથિયાર સાથે આવવાની મંજુરી નથી મળતી તેમ કહી આરોપીએ ૧૫૫૦૦ તેમજ જીએસટીના ૯ હજાર તેમજ ટોટલ પેમેન્ટ પર ૬૭૦૦ રૂપિયા જીએસટી લેખે નાણાં પડાવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here