ગાંધીધામ : મોડવદર પુલ પર ટ્રેલર હડફેટે બાઈક સ્વારનું મોત

0
16
Share
Share

ભુજ, તા.૮

માંડવીના નાની ખાખર રહેતા હરપાલસિંહ બટુકસિંહ જાડેજા પોતાના ગાંધીધામ રહેતા મિત્ર કિશોરસિંહ દિલુભા જાડેજા તેમના ભચાઉ રહેતા બે મિત્રોને સાથે લઈ નવી કાર ખરીદવા અમદાવાદ જવાનુ હોઈ હરપાલસિંહનાં ભાણા મિતરાજસિંહનું એકસેસ વાહન લઈ કિશોરસિંહને લઈને ભચાઉ જવા નિકળ્યા હતા ત્યારે મીઠીરોહર અને મોડવદરની વચ્ચેના પુલિયા ઉપર પુરપાટ આવેલા જીજે૧૨ઝેડ ૨૭૦૫ નંબરના ટ્રેઈલર ચાલકે તેમના એકસેસને ટક્કર મારતા બન્ને જણા નીચે પડ્યા હતા જેમાં પાછળ સવાર કિશોરસિંહ દિલુભા જાડેજા ઉપરથી ટ્રેઈલરના પૈડા ફરી વળતા સાથળ, કમર અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને પહેલા ૧૦૮ મારફત રામબાગ હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે જૈન સેવા સમિતિ અને ત્યાંથી સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા જ તેણે દમ તોડયો હતો. અકસ્માત સજર્નાર ટ્રેઈલર ચાલક નાસી ગયો હતો. બી.ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે ટ્રેઈલર ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here