ગાંધીધામ : ચોરાઉ એક્ટિવા સાથે બે શખ્સો ઝડપાયા

0
17
Share
Share

ભુજ, તા.૧૩

ગાંધીધામના શકિતનગરમાંથી એક મહિના પહેલા ચોરી થયેલા એક્ટિવા સાથે પોલીસે બે આરોપીઓને પકડી લઈ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. ગાંધીધામ એ.ડીવીઝન પીઆઈ કે.પી.સાગઠીયાએ વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગત ૩/૯ ના રોજ શકિતનગરના મકાન નંબર બી-૧૪૩ પાસે પાર્ક કરેલુ રૂા.૩૦ હજારની કિંમતનુ એક્ટિવા ચોરી થયુ હોવાની ફરિયાદના આધારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુંદરપુરના ગણેશ મંદીર પાસે રહેતા ૫૦ વર્ષીય ગાંગજી નારાણભાઈ મહેશ્વરી અને મહેશ્વરીનગરમાં રહેતા ૪૦ વર્ષીય મીઠુભાઈ લદાભાઈ મહેશ્વરીને ઝડપી લઈ ભેદ ઉકેલી લીધો હતો. આ કામગીરીમાં પીઆઈ સાથે એએસઆઈ અશોક સોંધરા, કોન્સ્ટેબલ રાજદિપસિંહ જાડેજા, જગદિશ સોલંકી, ગુલાબસિંહ જાડેજા અને જયપાલસિંહ સોઢા જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચિંતાજનક રીતે વધી રહેલા વાહન ચોરીના બનાવો વચ્ચે આ બાઈક ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે હાશકારા સાથે વધુ બાઈક ચોરી બહાર આવે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here