ગાંધીધામઃ પૈસાની લેતીદેતીમાં છરીનાં ઘા ઝીંકતા યુવાનની હત્યા

0
12
Share
Share

ભુજ, તા.૧૪

ગાંધીધામ પીએસએલ ઝૂંપડા વિસ્તારમાં ગત રાત્રે પૈસાની લેતી દેતી મુદ્દે થયેલી મારામારીના બનાવમાં છરીના ઘા લાગવાથી ઇજાગ્રસ્ત યુવાને ભુજ ખાતે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો છે. પીએસએલ કર્ગો ઝૂંપડા વિસ્તારમાં ગત રાત્રે લોડિંગ અનલોડિંગના મજુરી કમ ક્રતા ૨૨ વર્ષીય સુધીક્ેસરી ગુલાબચંદ શર્માને ગત રાત્રે પૈસાની લેતી દેતી મુદ્દે થયેલા ઝઘડામાં મહમ્મદ આલમ મહમ્મદસલીમ અન્સારીએ છરીના ઘા માર્યા બાદ પ્રથમ ગાંધીધામ સારવાર માટે લઇ જવાયા બાદ તેને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો જ્યાં ૨૨ વર્ષીય સુધીક્ેસરીએ દમ તોડી દેતાં આ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક્ના પિતા ગુલાબચંદ હરિલાલ શર્માએ નોંધાવેલી ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પરિવારમાં આ બનાવને કરણે માતમ છવાયો છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here