ગાંધીધામઃ ડીઝલભરેલી ૩૫ કેરબા ભરેલો ટ્રક સાથે બે ઝડપાયા

0
23
Share
Share

ભુજ, તા.૪

રેતી ચોરી બાદ,સરહદી કચ્છમાં પેટ્રોલિયમ પદાર્થોની ખુલ્લેઆમ થતી તસ્કરીના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે ત્યારે દેશના મહાબંદર કંડલા પાસેની પેટ્રોલિયમ કંપનીની પાઈપલાઈનમાંથી તસ્કરી કરીને ડિઝલ ભરેલાં કેરબા લઈ જતી એક ટ્રક અને તેના ડ્રાઈવર ક્લિનરને કંડલા પોલીસે ઝડપી પાડી ૨.૮૪ લાખની કિંમતના ડિઝલનો જથ્થો જપ્ત કર્યો છે.

પૂર્વ બાતમીના આધારે કંડલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.જાડેજાએ વહેલી પરોઢે લૄઉં-૦૩ ટ-૯૦૭૨ નંબરની ટ્રક અટકાવી તેની જડતી લેતાં તેમાંથી ડિઝલ ભરેલાં ૩૫ કેરબા મળી આવ્યાં હતા.

ટ્રકના ડ્રાઈવર-ક્લિનરની પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં વધુ ૬૯ ડિઝલ ભરેલાં કેરબા તેમજ ડિઝલ કાઢવા માટે ઉપયોગમાં લેવાયેલાં પાઈપના ટૂકડાઓ મળી આવ્યાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રકના ડ્રાઈવર અમરત ખેતાભાઈ કોલી (રહે. શાંતિધામ-૫, વરસામેડી) અને ક્લિનર કનજી રણછોડ કોલી (રહે.રતનાલ)એ જણાવ્યું હતું કે તેમની બાજુમાં રહેતાં પડોશી ટીનાએ તેમને ટ્રકમાં ખાલી કેરબા લઈ જઈ ભરેલાં કેરબા લઈ આવવા જણાવ્યું હતું.

આ ચોંકાવનારા કૌભાંડનો રેલો ગાંધીધામના મચ્છુનગર સુધી લંબાયો છે. ટ્રકની આગળ એક બાઈકચાલક પાયલોટીંગ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. પીઆઈ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ભારત પેટ્રોલિયમની પાઈપલાઈનમાંથી ડિઝલની ચોરી કરી હતી. કંડલા પોલીસે ૧૦ લાખની ટ્રક અને ૨.૮૪ લાખની કિંમતના ૩૬૪૦ લિટર ડિઝલ ભરેલાં ૧૨૪ કેરબા જપ્ત કરી ડ્રાઈવર-ક્લિનરને ઝડપી સઘન પૂછતાછ હાથ ધરી સમગ્ર ષડયંત્રના જડ સુધી પહોંચવા માટે કમર કસી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે અગાઉ પણ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરતી ગેંગને રંગેહાથ ઝડપી હતી. પોલીસની સક્રિયતાએ પેટ્રોલિયમ પદાર્થો ચોરીને રોકડી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here