ગાંગુલી અનુસાર રોહિત હજુ પણ ૭૦ ટકા જ ફિટ છે

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે અને ટી-૨૦ ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. જો કે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિતને વનડે અને ટી૨૦ ટીમમાં સામેલ નહીં કરવા પર તમામ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જો કે, તે આઈપીએલ ૨૦૨૦માં પોતાની છેલ્લી ત્રણ મેચ રમ્યો હતો અને મુંબઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું. ભારતીય ટીમ ૨૭ નવેમ્બરથી શરુ થનારી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગુરુવારે પહોંચી ગઈ છે. ટીમ સાથે રોહિત નથી જે બાદમાં ટેસ્ટ ટીમમાં જોડાશે. તેની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની ફિટનેસને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ગાંગુલી અનુસાર રોહિત હજુ પણ ૭૦ ટકા જ ફિટ છે. ગાંગુલી સાથે સહમતિ દર્શાવતા સંજય માંજરેકરે કહ્યું કે, રોહિત શર્માની ફિટનેસને લઈને હજુ સુધી સ્થિતિ બિલકુલ પણ સ્પષ્ટ નથી. મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર બેટ્‌સમેન રોહિત શર્મા ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે ઈપીએલમાં કેટલીક મેચ નહોતો રમ્યો. તેના બાદ તે સમગ્ર ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી જ બહાર થઈ ગયો હતો, જો કે, બાદમાં અંતિમ ત્રણ મેચ રમતા જોઈને તેને પસંદગીકર્તાએ ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું કે,

રોહિત હજું પણ ૭૦ ટકા છે. ગાંગુલીએ રોહિતની ફિટનેસને લઈ વાત કરતા કહ્યું કે, આપ પોતે રોહિત ને કેમ નથી મળી લેતા ? ફિટનેસના કારણે જ તેની વનડે અને ટી૨૦ માટે પસંદગી કરાઈ નથી. તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત સિવાય વિકેટકીપર બેટ્‌સમેન રિદ્દિમાન સાહા પણ હેમસ્ટ્રિંગની ઈજા સામે સંઘર્ષ કરી રહ્યો છે. સાહાને પણ માત્ર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here