ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ના શિક્ષક જયદેવભાઈ શિશાંગિયા ની રાજ્યના મહામંત્રી તરીકે વરણી

0
13
Share
Share

રાજકોટ, તા.૩

ગત તા ૨૮/૮/૨૦ ના રોજ મહેસાણા ખાતે માધ્યમિક સંવર્ગ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ વિશેષ રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી મહેન્દ્ર જી કપૂર તેમજ માધ્યમિક સચિવ શ્રી મોહનજી પુરોહિત ની હાજરી માં પ્રાંત અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં માધ્યમિક સંવર્ગના અલગ અલગ સંવર્ગોની રાજ્ય કારોબારી ની ઘોષણા કરવામાં આવી હતી જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય અને    સરકારી માધ્યમિક વિભાગ અને સરકારી ઉ. મા.વિભાગ ની રાજ્ય કારોબારી ની રચના કરવામાં આવી હતી. જેમાં  માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ તરીકે રમેશભાઈ ચૌધરી પાટણ તથા મહામંત્રી તરીકે આર.પી.પટેલ અમદાવાદ તથા મંત્રી તરીકે પરાગભાઈ રાવળ, ઉચ્ચતર માધ્યમિક ના અધ્યક્ષ તરીકે મિતેશભાઈ ભટ્ટ સાંબરકાઠા તથા મહામંત્રી તરીકે કમલેશભાઈ પટેલ ભાવનગર , આચાર્ય સંવર્ગમાં અધ્યક્ષ તરીકે ભાવિનભાઇ ભટ્ટ ભાવનગર તથા મહામંત્રી તરીકે હરિહરસિંહ વાધેલા બોટાદ તથા મંત્રી તરીકે શ્રી હિતેન્દ્રસિંહ રાઠોડ તેવી જ રીતે સરકારી માધ્યમિક માં અધ્યક્ષ તરીકે વિજયભાઈ ખટાણા તથા મહામંત્રી તરીકે જીગ્નેશભાઇ પટેલ , સરકારી ઉચ્ચતર માધ્યમિક ના અધ્યક્ષ તરીકે અનિલભાઈ રાઠવા આણંદ તથા મહામંત્રી તરીકે જયદેવભાઇ શિશાંગિયા-જૂનાગઢ ની ઘોષણા કરવામાં આવેલ .આ સિવાય જુનાગઢ ના જીતુભાઈ ખુમાનની રાજયના ગ્રાન્ટેડ ના માધ્યમિક સંવર્ગ ના આંતરિક ઓડીટર તરીકે  તથા રાકેશભાઈ પુરોહિત ની ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ માં મંત્રી તરીકે જવાબારી આપવામાં આવેલ હતી. સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના માધ્યમિક સંવર્ગ સુકાન આ કાર્યકરો સંભાળશે.બેઠકમાં માનનીય મહેન્દ્ર કપૂર દ્વારા સંગઠનનો ઉદ્દેશ અને રાષ્ટ્રીય હિતમાં શિક્ષા , શિક્ષા કે હિત મે શિક્ષક અને શિક્ષક કે હિત મે સમાજ આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા અને શિક્ષકોના હિતમાં સંગઠનનો વ્યાપ વધે તે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું . રાષ્ટ્રીય સચિવ માનનીય મોહનજીદ્વારા રાજ્યની દરેક શાળાઓ સુધી અને શિક્ષક સુધી આપણા સંગઠનનો વ્યાપ વધે અને આગામી સપ્ટેમ્બરમાં વ્યાપક પ્રમાણમાં સદસ્યતા અભિયાન બનાવવામાં આવે એ માટે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.આ બેઠકમાં મહામંત્રી શ્રી રતુભાઈ ગોર, પ્રાંત સંગઠન મંત્રી શ્રી ભાવિનભાઈ ભટ્ટ, પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલ, કોષાધ્યક્ષ શ્રી રમેશભાઇ ચૌધરીનુ માર્ગદર્શન મળેલ તેમજ સાથે સાથે ભાવિ યોજનાઓ ને લઈ દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવા કટીબદ્ધતા સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here