ગલવાન ઘાટીમાં રહસ્યમય આગના કારણે સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ: કેન્દ્રીય મંત્રી વીકે સિંહે

0
63
Share
Share

ગલવાન હિંસક ઝડપ પર જનરલ વીકે સિંહનો ખુલાસો

ન્યુ દિલ્હી,તા.૨૯

કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૧૫ જૂને થયેલી હિંસક અથડામણ પર નવો ઘટસ્ફોટ કર્યો હતો. જનરલ સિંહના જણાવ્યા પ્રમાણે, હિંસક અથડામણનું કારણ ચીની સેનાના એક ટેન્ટમાં આગ લાગી તે હતું. તે કેવી રીતે લાગી, એ અંગે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ૧૫ જૂને થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનના કમાંડિંગ અધિકારી સંતોષ બાબૂ સહિત ૨૦ સૈનિક શહીદ થયા હતા. મીડિયા રિપોટ્‌ર્સના જણાવ્યા પ્રમાણે, ચીનના પણ ૪૩ સૈનિક માર્યા ગયા હતા.

પૂર્વ આર્મી અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ઘટના પેટ્રોલિંગ પોઈન્ટ ૧૪ના આસપાસની છે. ૧૫ જૂનની સાંજે આપણા સૈનિક ત્યાં જોવા માટે ગયા હતા કે ચીની સેના પાછી ગઈ કે નહીં. તે આપણા સૈનિકોની જવાબદારીનો વિસ્તાર હતો. આપણા સૈનિકોએ જોયું કે, ચીનનો એક પણ સૈનિક પાછો નથી ગયો. તે પેટ્રોલ પોઈન્ટ ૧૪ નજીક જ આવી રહ્યા હતા.

પૂર્વ આર્મી અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ત્યાં એક તંબૂ એટલે કે ટેન્ટ ચીનીઓએ અમારી મંજૂરીથી લગાવ્યો હતો. જેના દ્વારા તે જોવા માગતા હતા કે ભારતીય સૈનિક પાછળ હટશે કે નહીં. અમારા સૈનિકોએ જોયું કે, ચીનીઓને આ ટેન્ટ અત્યાર સુધી નહોતો હટાવ્યો. આપણા કમાંડિંગ ઓફિસરે ચીનીઓને તંબૂ હટાવવાનો હુકમ આપ્યો હતો. ચીની સૈનિક જ્યારે તંબૂ હટાવવા લાગ્યા તો અચાનક તેમા આગ લાગી ગઈ હતી. ચીની સૈનિકોને ત્યાં શું રાખ્યું હતું,એ કોઈને ખબર નથી. પહેલા તો એવું જ વિચાર્યું કે એ લોકોએ જ ટેન્ટમાં આગ લગાડી દીધી હતી. પછી બોલાચાલી થઈ અને ત્યારપછી અથડામણ થઈ હતી.

જનરલ સિંહના જણાવ્યા પ્રમાણે, ગલવાન નદીનો સાતથી આઠ કિલોમીટરનો વિસ્તાર ભારતનો છે. અહીંયા પેટ્રોલ પોઈન્ટ ૧૪ છે. જે ૧૯૬૨થી આપણી પાસે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here