ગલવાન ઘાટીમાં અથડામણ માટે ભારત જવાબદારઃ ચીન રક્ષા મંત્રાલય

0
10
Share
Share

બેઇજિંગ,તા.૨૪

ભારત અને ચીનની વચ્ચે સેનાઓને પાછળ કરવાની સહમતિ બન્યાના એક દિવસ બાદ ચીનના રક્ષા મંત્રાલયે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સંઘર્ષ માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા વૂ કિઆને જણાવ્યું કે, સીમાના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બની રહેશે. તેમણે જણાવ્યું કે, ભારતે એકતરફી કાર્યવાહી કરી જેને કારણે હિંસા થઈ હતી.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા કિઆને જણાવ્યું કે, ભારત-ચીન પર થયેલા સંઘર્ષોની સમગ્ર જવાબદારી ભારતીય પક્ષની છે. અમે આશા કરે છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બની રહેશે. ગલવાન ખીણમાં હિંસાની ઘટના ભારતીય પક્ષના એકતરફી ઉશ્કેરણીની કાર્યવાહી અને બંને પક્ષોની વચ્ચે થયેલી પરસ્પર સહમતિના ઉલ્લંઘનને કારણે થઈ હતી.

લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ૧૫ જૂના રોજ થયેલી હિંસક અથડામણમાં ભારતના ૨૦ જવાન શહીદ થઈ ગયા હતા. ત્યાંજ ભારતીય જવાનોની જવાબી કાર્યવાહીમાં ચીનના ૪૦ જવાન માર્યા ગયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here