ગર્લફ્રેન્ડે પ્રેમીની ચાકૂના ૫૦ ઘા ઝિંકીને હત્યા કરી નાખી

0
14
Share
Share

લંડન,તા.૧૭

એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડ પર ૫૦ વખત ચાકુથી હુમલો કર્યો હતો. મૃત શખ્સના ત્રણ મહિલાઓ સાથે સંબંધ હતા. તે પરણેલો હતો. તો ઘટના બાદ હત્યા કરનાર ગર્લફ્રેન્ડએ પણ આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન આ વાતનો ખુલાસો થયો છે. ઙ્ઘટ્ઠૈઙ્મઅજંટ્ઠિ.ર્ષ્ઠ.ેાના અહેવાલ મુજબ આ વ્યક્તિ પરિણીત હતો પરંતુ તે ‘સિક્રેટ ટ્રિપલ લાઇફ’ જીવી રહ્યો હતો. તે ત્રણ મહિલાઓ સાથે સંબંધમાં હતો, પરંતુ કોઈ પણ મહિલાને આ શખ્સના અન્ય રિલેશન અંગે માહિતી નહોતી.

મૃતકનું નામ ગેરી વિલિયમ્સ હતું અને તે ૫૮ વર્ષનો હતો. જ્યારે તેની હત્યા કરનાર ગર્લફ્રેન્ડનું નામ જેસિકા શેરિડન હતું અને તે ૪૬ વર્ષની હતી. પાછળથી શેરિડને પણ આપઘાત કરી લીધો હતો.

વિલિયમ્સની બે સિક્રેટ ગર્લફ્રેન્ડમાંથી એક શેરિડન હતી. વિલિયમ્સ યુકેના સાઉથ વેલ્સની રહેવાસી હતી. ગયા વર્ષે નાતાલના આગલા દિવસે જ તેણે તેની પત્ની અલૈન ને કહ્યું હતું કે તે બિઝનેસ ટ્રિપ પર બહાર જઇ રહ્યો છે, પરંતુ તે હકીકતમાં શેરિડન સાથે રાત પસાર કરવા ગયો હતો. ક્રિસમસ દરમ્યાન જ સિક્રેટ ગર્લફ્રેન્ડ શેરિડન અને વિલિયમ્સની વચ્ચે કોઇ વાતને લઇને ઝઘડો થયો હતો અને બાદમાં બંને શેરિડનના ઘરમાં જ મૃત મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે વિલિયમ્સ પર ૫૦થી વધુ વખત છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here