ગરીબોનુ શોષણ અને મિત્રોનુ પોષણઃ શ્રમિક કાયદા પર રાહુલ ગાંધીનું નિવેદન

0
24
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

લોકસભામાં પસાર થયેલા શ્રમિક કાયદામાં સુધારાના  બિલને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની ફરી ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, ખેડૂતો બાદ હવે મજૂરો પર સરકારે પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ એક અખબારનુ કટિંગ શેર કરીને લખ્યુ છેકે, આ જ છે મોદીજીનુ શાસન.

રાહુલ ગાંધીએ શાયરાના અંદાજમાં લખ્યુ હતુ કે, ખેડૂતો પછી મજૂરો પર વાર, ગરીબોનુ શોષણ અને મિત્રોનુ પોષણ… બસ આ જ છે મોદીજીનુ શાસન.

ઉલ્લેખનીય છે કે, બુધવારે ત્રણ સુધારા સાથેના બિલોને મંજૂરી આપવામાં આવી હતી.જેના કારણે કંપનીઓને બંધ કરવા માટે આવતા અવરોધ હટી જશે તેમજ ૩૦૦ સુધી કર્મચારીઓ ધરાવતી કંપનીઓને સરકારની મંજૂરી વગર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની છુટ મળશે.

પ્રિયંકા ગાંધીએ પણ શ્રમિક કાયદામાં સુધારાની ટીકા કરતા કહ્યુ છે કે, હાલમાં કોઈની  નોકરી ના જાય તે જોવુ જરુરી છે ત્યારે સરકાર એવુ બિલ લાવી છે જેમાં કર્મચારીઓને નોકરી પરથી કાઢી મુકવાનુ આસાન થઈ ગયુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here