ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સોમવારે દેશના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારોનું એલાન

0
55
Share
Share

રાજકોટ તા. રપ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સોમવારે દેશના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે હેઠળ વિશેષ યોગદાન આપનાર નાગરિકોને ૩ શ્રેણીઓ પદ્મ વિભૂષણ , પદ્મ ભૂષણ   અને પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવે છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે, સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ, સેન્ડ કલાકાર સુદર્શન સાહુ, પુરાતત્વવિદ બીબી લાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પીએમના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત), આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈ (મરણોપરાંત) અને ધર્મગુરુ કલદી સાદિક (મરણોપરાંત) સહિત ૧૦ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે

૧૦૨ પદ્મ શ્રી પુરસ્કાર મેળવનારમાં ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હા, બ્રિટીશ ફિલ્મ નિદર્ેશન પીટર બ્રૂક, ફાધર વેલ્સ (મરણોપરાંત), પ્રોફેસર ચમન લાલ સપ્રૂ (મરણોપરાંત)નું નામ સામેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here