ખેલાડી શેખર ગવલીનું ૨૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત

0
11
Share
Share

હાલ અંડર-૨૩ ટીમના ફિટનેસ ટ્રેનરની ભૂમિકા નિભાવી રહ્યા હતા, ગવલી બેટ્‌સમેન તેમજ લેગ સ્પિનર હતા

મુંબઈ,તા.૩

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ રણજી ખેલાડી શેખર ગવલીનું મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ૨૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત થયું છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. મહારાષ્ટ્ર તરફથી બે પ્રથમ શ્રેણી મેચ રમનાર ૪૫ વર્ષના શેખર ગવલી મંગળવારે પોતાના કેટલાક મિત્રો સાથે નાસિકના ઇગતપુરી હિલ સ્ટેશનમાં ટ્રેકિંગ માટે ગયા હતા. પોલીસે જણાવ્યું કે કથિત રીતે સંતુલન ના રહેવાથી શેખર ગવલી ખીણમાં પડી ગયા હતા. ઇગતપુરી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ પીટીઆઈએ જણાવ્યું કે તેમની લાશ બુધવારે સવારે લગભગ ૧૦ વાગી મળી હતી. પોસ્ટપોર્ટમ પછી લાશને પરિવારના સભ્યોને સોંપવામાં આવશે. ગવલી પહેલા મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમના સહાયક કોચ હતા અને હાલ અંડર-૨૩ ટીમના ફિટનેસ ટ્રેનરની ભૂમિકા નિભાવી રહ્યા હતા. ગવલી બેટ્‌સમેન અને લેગ સ્પિનર હતા. તમને જણાવી દઈએ કે શેખર ગવલી મહારાષ્ટ્ર ક્રિકેટમાં એક મોટું નામ હતું. કોચ અને ફિટનેસ ટ્રેનર તરીકે ઘણી નામના મેળવી હતી. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ અને શિખર ધવન જેવા ક્રિકેટરો તેને સારી રીતે જાણતા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here