ખેડૂત આંદોલનમાં સામેલ વધુ એક ખેડૂતે ઝેર ખાઇ આત્મહત્યા કરી

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૦

ખેડૂત આંદોલનમાં સામેલ વધુ એક ખેડૂતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે.જોકે આટલા ખેડૂતોના મોત બાદ પણ સરકાર નવા કૃષિ કાયદાનો અમલ કરવા માટે મક્કમ છે.

મળતી વિગતો પ્રમાણે છેલ્લા ૫૬ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.દરમિયાન મંગળવારે દિલ્હીની ટીકરી બોર્ડર પર હરિયાણાના રોહતક જિલ્લાના જયભગવાન રાણા નામના ખેડૂતની અચાનક સાંજે સાડા ચાર વાગ્યે તબિયત બગડી હતી.દરમિયાન આંદોલનકારીઓએ કહ્યુ હતુ કે, ખેડૂતે ઝેર ખાઈ લીધુ છે.એ પછી ખેડૂતને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.હોસ્પિટલ જતા પહેલા આ ખેડૂતે કહ્યુ હતુ કે, બે મહિનાથી ખેડૂતો અહીંયા બેઠા છે અને સરકાર તેમને સાંભળી રહી નથી.જીવતા ખેડૂતોની વાત સરકાર સાંભળી રહી નથી તો શક્ય છે કે, મર્યા પછી સાંભળશે.હું તમને રિક્વેસ્ટ કરુ છું કે, મને મરવા દો.

આટલુ બોલતા બોલતા જયભગવાનને ઉલટી થવા માંડી હતી.તેમને તરત જ હોસ્પિટલ લઈ જવાયા હતા.આ પહેલા તેમણે એક ખુલ્લો પત્ર લખીને કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવા માટે સરકાર તમામ રાજ્યોના બે-બે ખેડૂત નેતાઓ સાથે મીડિયાના હાજરીમાં વાત કરે.જો મોટાભાગના રાજ્યોના ખેડૂત નેતાઓ કાયદાની વિરુધ્ધમાં હોય તો નવા કાયદા રદ કરવામાં આવે.જો મોટાભાગના ખેડૂત નેતાઓ તેની તરફેણમાં હોય તો આંદોલન સમાપ્ત કરવામાં આવે.

દરમિયાન આ ખેડૂતનુ મંગળવારની મોડી રાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here