ખેડૂત આંદોલનની અસર હરિયાણાના ૬૦ ગામડાઓમાં ભાજપ અને જેજેપીના નેતાઓના પ્રવેશ પર રોક

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે હરિયાણામાં ૬૦ થી વધઆરે ગામડાઓમાં ભાજપ અને તેની સહયોગી પાર્ટી જનનાયક જનતા પાર્ટીના નેતાઓના પ્રવેશવા પર ખેડૂતોએ પ્રતિબંધ મુક્યો છે.

હરિયાણામાં ખાપ પંચાયતો ખેડૂતોના સમર્થનમાં છે અને આ સિવાય બીજા ગામના લોકોએ પણ નવા કાયદાના વિરોધમાં ભાજપ અને જેજેપીના નેતાઓ તેમજ ધારાસભ્યોના બહિષ્કારનુ એલાન આપ્યુ છે.ભાજપ અને જેજેપી નેતા હરિયાણામાં છેલ્લા કેટલાક સપ્તાહથી વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યા છે.

ખેડૂત આંદોલનના મુદ્દે હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચોટાલા આજે પીએમ મોદીને પણ મળ્યા છે અને તેમને સ્થિતિની જાણકારી આપી છે.એવા અહેવાલો મળી રહ્યા છે કે, જેજેપીના ધારાસભ્યો પર ખેડૂતોનુ દબાણ આવી રહ્યુ છે.

કૃષિ કાયદાનો સૌથી વધારે વિરોધ પંજાબ અને હરિયાણામાં જ થઈ રહ્યો છે.બે દિવસ પહેલા હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરની કૃષિ પંચાયત પણ ખેડૂતોએ થવા દીધી નહોતી અને સ્થળ પર તોડફોડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here