ખેડૂતોના સમર્થનમાં એન.ડી.એ., સાથે છેડા ફાડતું આર.એલ.પી

0
21
Share
Share

છેલ્લા એક માસથી નવા ખેતિ ફાયદાનો વિરોધ કરતા ખેડૂતોના સમર્થનમાં એન.ડી.એ. છોડતો વધુ એક સાથી !

રાજકોટ, તા.૨૬

દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ઘડવામાં આવેલા નવા કૃષિ કાયદા સામે દેશનાં અનેક રાજ્યોના લાખો ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહયો છે. છેલ્લા એક માસથી લાખો ખેડૂતો દિલ્હીના દરવાજે અહિંસક પ્રદર્શન થકી કાયદાઓ રદ કરવા આંદોલન ચલાવી રહયા છે. ખેડૂતોનાં આ આંદોલનને દેશભરમાંથી હજ્જારો સંગઠનો દ્વારા સમર્થન જાહેર કરાયેલ છે સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા સામે વિરોધ વ્યક્ત કરી અકાલી દળે એન.ડી.એ. સરકારમાંથી બહાર નીકળી જવા જાહેરાત કરેલ ત્યાર બાદ આજે કેન્દ્રની એન.ડી.એ. સરકારને સમર્થન આપનાર રાષ્ટ્રીય લોકતાંત્રિક પાટર્ીએ ખેડૂતોના સમર્થનમાં સરકાર સાથેથી છેડો ફાડવા જાહેરાત કરેલ છે.

દેશમાં ખેડૂત કાયદાઓ મામલે કેન્દ્ર સરકાર કાયદાનો અમલ કરાવવા તો બીજી તરફ ઘડવામાં આવેલા નવા કાયદા સામે દેશભરનાં અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કાયદાઓનાં સંભવિત ભય સ્થાનો વ્યક્ત કરી કાયદો પરત ખેચવા મક્કમતા દર્શાવી રહયા છે ત્યારે આ મામલે સર્વોચ્ચ અદાલતે પણ આ મામલાનો ઉકેલ વાટાઘાટો મારફત લાવવા સૂચન કરેલ છે. આગામી સોમવારનાં રોજ આંદોલનકારી ખેડૂત સંગઠનનાં અગ્રણીઓ તેમજ સરકારનાં મંત્રીઓ-અગ્રણીઓ-અમલદારો વચ્ચે વધુ એક બેઠક યોજાનાર છે. આ બેઠક પૂર્વે જ કેન્દ્રની ભાજપના વડપણ હેઠળની એન.ડી.એ. સરકારના સાથી પક્ષ આર.એલ.પી. (રાષ્ટ્રીય લોકતાંત્રિક પાટર્ી)નાં આગેવાનોની બેઠક બાદ આર.એલ.પી. દ્વારા એન.ડી.એ. સાથે છેડો ફાળવવામાં આવ્યાની જાહેરાત કરી ખેડૂતો દ્વારા ચાલતા આંદોલનને ટેકો જાહેર કરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here