ખેડૂતે બાઈકને ઝાડ ઉપર લટકાવી વિરોધ વ્યક્ત કર્યો

0
27
Share
Share

પેટ્રોલ માટે પૈસા ન હોઈ બાઈકને ઝાડ પર લટકાવી દેતાં તેને જોવા મોટી સંખ્યામાં ગામના લોકો ઉમટી રહ્યા છે

મુઝફ્ફરનગર, તા. ૨૨

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ખેડૂતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં બાઇકને ઝાડ પર લટકાવી દીધું હતું. ખેડૂત કહે છે કે શેરડીનું ભુગતાન મળી રહ્યું નથી. આવી સ્થિતિમાં તેની પાસે આ સિવાય કોઈ વિકલ્પ નથી. જણાવી દઈએ કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે રાજકીય પક્ષો પણ પેટ્રોલના ભાવ વધારાને લઈને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે.

કૃષિ કાયદાની સાથે સાથે મોંઘવારીને લઈને પણ સરકારનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે મુઝફ્ફરનગરના રોહનાનો રહેવાસી ખેડૂત રાહુલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધતા જતા ભાવના વિરોધમાં ઝાડ પર પોતાની બાઇક લટકાવી દીધી હતી. ઝાડ પર લટકતી બાઇક જોઇને લોકો ઉમટી રહી છે.

ખેડૂત રાહુલ કહે છે કે પેટ્રોલ માટે પૈસા ન હોવાથી બાઇકને ઝાડ પર લટકાવવું પડ્યું હતું. શેરડીના વ્યવસ્થિત ભાવ મળી રહ્યા નથી. ઘઉં, ચોખા અને શાકભાજીના પાક માટે પૈસા મળી રહ્યા નથી. પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ગામના માર્ગો પર ટોલ ટેક્સ પણ લાદવામાં આવ્યો છે.

ખેડૂત નેતા સંજીવ ભારદ્વાજે કહ્યું કે આ કોઈ પ્રદર્શન નથી. પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડુતોને શેરડીનું ભુગતાન મળી રહ્યું નથી. ઘરમાં બાળકો સાથે ઝઘડો થાય છે. શેરડીના ભુગતાનમાં આ વખતે એક રૂપિયાનો પણ વધારો થયો નથી. આવી સ્થિતિમાં બાળકોને ચાલવા અથવા સાઈકલ ચલાવવા સલાહ આપવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here