ખેડૂતની વેદના નહીં પણ સરકાર સંવેદના પરખે

0
40
Share
Share

કૃષિકાર દિન-પ્રતિદિન દરીદ્ર બનતો ગયો, ગામડું ખાલી થયું અને શહેરનો વિસ્તાર એટલો વધ્યો દર પાંચ વર્ષે નજીકના ગામડાંઓને શહેરમાં સમાવવાનો વખત આવ્યો. દેશના મેટ્રોપોલિટન સીટીના વસતીના આંકડાઓ પર નજર કરો તો ખ્યાલ આવશે કે દર દસ વર્ષે આ શહેરના કેટલી વસ્તીનો વધારો થયો છે…!? તે વસ્તી સ્થળાંતરીય વસ્તી છે વધારો નથી પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તીનું સ્થળાંતર થયું.હું મારા જ વતનની વાત કરું તો સને ૨૦૦૧માં જે વસ્તી મારા ગામમાં હતી એટલી જ સંખ્યામાં સને ૨૦૧૧માં રહે એનો અર્થ એવો થયો કે શું દસ વર્ષમાં આ ગામમાં વસ્તી નું કોઈ વધારો જ નથી થયો ..?ના એવું નથી પરંતુ જે વસ્તી વધી તેનું સ્થળાંતર થયું છે.તેનુ પાયાનું કારણ ખેતીની બદતર હાલત.કિસાન,ખેતમજુર,ખેતકારીગર બધા લગભગ ગ્રામ પ્રદેશ છોડી નગરમાં જઈ વસ્યાં. એક જમાનામાં ખેતી હતી જે આજે કંનિષ્ટ છે કારણકે ખેતીમાં સરકારનું પૂરતાં પ્રમાણમાં લક્ષ્ય નથી જેટલી મહેનત છે તેનું વળતર ખેડૂત ને મળતી નથી

ખેડૂતે પકવે છે વેચવાનો સવાલ પણ સતાવતો રહ્યો છે. ઉત્પાદનથી વેચાણની પ્રક્રીયા સરળ અને યોગ્ય હોય તો નફો રળી શકાય. ખેડૂતોને મળતાં બિયારણ, ખાતર , જતુંનાશક દવા વગેરેના ઉત્પાદન અને ગુણવત્તાં પર સરકારની નજર નથી. જેથી ખેડૂત પીડાઈ રહ્યો છે. સાદુ ઉદાહરણ આપું જંતુનાશક દવાઓ બજારમાં વેચાઇ છે તે જંતુનાશક દવાઓ પૈકીની ઘણી બધી દવાઓ એવી છે કેજે કંપનીઓ બાયો પ્રોડક્ટ્‌સને નામે દવા વેચી રહી છે જે કોઈ બાયોપ્રોડક્ટ નથી બલ્કે તે કેમિકલ યુક્ત છે. જેની તમે કલ્પના કરી શકો ૧ લિટરના ૨૫૦૦ વસુલે છે. આવી કંપનીઓ કે દવા ક્યાંય હાથ લાગેલા ખરાં?  એ જ રીતે ટ્રુથફુલના નામે નકલી બિયારણ..! ખેડૂતને રજી. કંપનીઓના બિયારણો અને ભાવોમાં શોષણનો ભોગ બનતો રહ્યો છે આ એક પણ બાબતમાં સરકાર જરા ય ગંભીર નથી.  કોઈ દવાઓ,બિયારણ, ખાતરની ચકાસવા માટે  ચેનલ  કે વ્યવસ્થા નથી.

તાજેતરમાં રજૂ થયેલા ત્રણ બીલોનો વિવાદ ચાલી રહ્યો છે. એક’ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બીલ’ બીજું ’એપીએમસી સુધારા બીલ’ ત્રીજું ’આવશ્યક ચીજવસ્તુ ધારા સુધારા બિલ’ આ ત્રણેય પૈકી કેટલાંક લોકો એવી માંગણી કરી રહ્યાં છે. જેમાં એમ એસ પી નો સમાવેશ કરીને ખેડૂતને સુરક્ષિત કરવો જોઈએ. એમએસપી જાહેર કરવામાં આવે છે પરંતુ ળશક્ષશળીળ તીાાજ્ઞિિં ાશિભય મુજબ કેટલાં પ્રમાણમાં ખરીદી થાય છે. હમણાં જ એક ખેડૂત પોતાના કપાસની ગાંસડીઓ ગાંધીનગર પહોંચ્યાના સમાચાર ચમક્યાં હતાં. એ બતાવે છે ટેકા ના ભાવનો લાભ કેટલાં લોકોને જ મળે છે ?બધા જ ખેડૂતોને લાભ મળતો નથી.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બીલ કોર્પોરેટ ક્ષેત્રની કૃષિમાં પ્રવેશની ઘંટડી વગાડે છે એટલે કે કોર્પોરેટ ક્ષેત્ર ખેડૂતો સાથે કોન્ટેક્ટ કરીને તેના ઉત્પાદનો અને જણસને ચોક્કસ સમય સુધી ખરીદ કરે. અહીંયા એક બાબત એ સામે આવશે કે જ્યારે ભાવમાં વધારે હશે ત્યારે નીચા ભાવે કરાર મુજબ ખેડૂતે પોતાનો માલ કંપની વેચવો પડશે. અને જ્યારે ભાવો નીચા જશે અને કંપની નહીં ખરીદે તો તેની ફરિયાદ કરવા ખેડૂત ક્યાં જશે? ખુલ્લા બજારની વ્યવસ્થા જ યોગ્ય છે કરાર કરીને ખેડૂતોને નિયંત્રિત કરી શકાય નહીં. એપીએમસી સુધારા બીલ ઘણાં રાજ્યોમાં કૃષિ જણસને એપીએમસીમાં લાવ્યાં બાદ ફરજિયાત વેચવી પડે છે.ત્યાં એક વર્તુળ રચાઈ જાય છે. જે વેપારીઓ નીચા ભાવે કૃષિ જણસ ખરીદી લે તો ખેડૂત લુંટાય છે. આ પરિસ્થિતિમાંથી ખેડૂતને બહાર કાઢવાં સરકાર આ બિલ લઈને આવી છે એવું સરકારનું બિલ અંગેનું  નિવેદન છે. ત્રીજું બીલ’ સીંગતેલ, ચોખા, અનાજ, ડુંગળી વગેરે જેવી ચીજ વસ્તુઓ આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી રદ કરવા માટેનો સુધારો છે . તે લાગુ પડતાં ખેડૂતોને પુરતાં પ્રમાણમાં ભાવનો લાભ મળતો થાય તે મળવાની સંભાવના ઉભી થઈ છે. તેથી આ બીલ ખેડૂતો માટે લાભદાયક ગણી શકાય.

પેદાશો ના વેચાણ માટેની શું યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ ખેડૂત જે પકવે છે અને પછી તેના પકવેલા માલમાંથી જે વસ્તુઓ તૈયાર થાય છે તેમાં ખેડૂતના વેચાણ અને તૈયાર થયેલા માલના વેચાણમાં ભારતમાં ૬૫% નો તફાવત છે જે યુરોપમાં  ૨૦%અને જર્મનીમાં ૧૧ % છે એટલે કે ભારતમાં ખેડૂત અને વેપારીઓ વચ્ચેનો તફાવતખૂબ મોટો છે. ખેડૂત પકવે છે તેનો વધુમાં વધુ લાભ વિવિધ ખેતપેદાશો ઉપર આધારિત ઉદ્યોગોના વેપારીઓ કે ઉધોગકારો લઈ જાય છે. દાખલા તરીકે એક બટેટુ ખેડૂત એક રુપિયામાં વેચે છે પરંતુ જ્યારે તે્‌ વેફરના રુપમાં રુ,૫ માં વેચાય છે.આ બાબતે ખેડૂત સંરક્ષિત થવો જોઈએ તેનું ચોક્કસ માળખું નિર્માણ  કરવું જોઈએ.

કૃષિ અને તેના પર આધારિત લોકોને બચાવવાં માટે ગામડા ને જીવંત રાખવું ખૂબ જરુરી છે તે માટે દરેક ગ્રામ પ્રદેશને શિક્ષણ આરોગ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર જેવી ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ ઘર આંગણે મળવી જોઈએ.જો તે મળતી થાય તો કૃષિ અને કૃષિકારને સંજીવ  રાખી શકાય.ગામડું સમૃદ્ધ તો જ મેઈક ઈન્ડિયા થઈ શકે.

આલેખનઃતખુભાઈ સાંડસુર

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here