ખેડુતો માટે કૃષિના નવા સ્ત્રોતોનો વિકાસ થાય તે માટે સરકાર કટીબધ્ધ- કૃષિ મંત્રી આર. સી. ફળદુ

0
29
Share
Share

સાયલા ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર , તા.૨૬

સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત કૃષિ મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી પુરી પાડવા તથા સ્માટર્ હેન્ડ ટુલ અને કાંટાળી વાડની યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ સાયલા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોના ફળ અને શાકભાજીનો બગાડ અટકે, રોકડીયા પાકનું ઉત્પાદન કરી ખેડુત પોતાનો પકવેલો માલ પોતે વેચતો થાય અને ખેડુતો માટે કૃષિના નવા સ્ત્રોતોનો વિકાસ થાય અને ખેડુત રુપિયા નહીં ડોલર કમાતો થાય તે દિશામાં રાજ્ય સરકાર વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજના થકી મક્કમતાથી આગળ વધી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોની આવકમાં વધારો થાય તે માટે ખેડુતલક્ષી અનેક નિર્ણયો કરવાની સાથે ગુજરાત સરકારે રાજ્યના ખેડુતો ઉપર આવેલી આફતોમાંથી તેને બહાર લાવવાના હેતુસર છેલ્લા ચાર વર્ષોમાં કરોડો રુપિયાના સહાય પેકેજ જાહેર કરી ખેડૂતોની પડખે ઉભી રહી છે. આ વર્ષે પડેલા ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડુતોને નૂકશાન થયું છે, તેના માટે પણ રુપિયા ૩૫૨ કરોડનું કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે અન્વયે ચોટીલા તાલુકાના ૮૮ ગામોમાં રુપિયા ૨૬૨૬ લાખ, ચૂડા તાલુકાના ૩૬ ગામોમાં રુપિયા ૨૫૩૭ લાખ, દસાડા તાલુકાના ૮૯ ગામોમાં રુપિયા ૫૬૯૮ લાખ, ધ્રાંગધ્રા તાલુકાના ૬૫ ગામોમાં રુપિયા ૫૩૦૨ લાખ, લખતર તાલુકાના ૪૩ ગામોમાં રુપિયા ૩૨૦૦ લાખ, લીંબડી તાલુકાના ૬૦ ગામોમાં રુપિયા ૪૬૭૧ લાખ, મૂળી તાલુકાના ૫૪ ગામોમાં રુપિયા ૩૨૭૪ લાખ, સાયલા તાલુકાના ૭૧ ગામોમાં રુપિયા ૩૦૯૯ લાખ, થાન તાલુકાના ૨૯ ગામોમાં રુપિયા ૯૦૨ લાખ અને વઢવાણ તાલુકાના ૪૮ ગામોમાં રુપિયા ૩૮૬૩ લાખ કૃષિ સહાય પેકેજ સ્વરુપે ખેડુતોને આપવામાં આવશે.

આ તકે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેન્દ્રિય ખેતીમાં કૃષિ ઈનપુટમાં નવિનતમ કૃષિ ટેકનોલોજીના ઉપયોગ અન્વયે પ્રમાણપત્ર તેમજ લાભાર્થી ખેડુતોને યોજનાના મંજુરીપત્રો / હુકમોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.કાર્યક્રમના અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાએ આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે પુર્વ મંત્રી કિરીટસિંહ રાણા, એ.પી.એમ.સી.ના ચેરમેન કાળુભાઈ, રઘુભાઈ ખાંભા સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here