ખાલી શરદીથી જ લોકો ભયભીત

0
14
Share
Share

કોરોના વાયરસના કેસો દુનિયાના દેશોની સાથે સાથે ભારતમાં વધી રહ્યા છે જેથી લોકોમાં ભય સતત વધી રહ્યો છે. ભયના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. લોકો બિમારીથી બચવા માટે હાલમાં જુદા જુદા જતન કરી રહ્યા છે. લોકો સામાન્ય દેખાતા લક્ષણને લઇને પણ હવે ભય અનુભવ કરી રહ્યા છે. ભરતમાં કેસોની સંખ્યા હવે ૨.૮૫ લાખથ ઉપર પહોંચી છે. ભારતના તમામ રાજ્યોમાં કોરોના આતંક જારી છે. કોરોના વાયરસના કેસ જેમ જેમ દેશમાં વધી રહ્યા છે તેમ તેમ લોકોમાં ભય પણ વધારે જોવા મળી રહ્યો છે. લોકોમાં હવે એવી શંકા પણ પ્રવર્તી રહી છે કે તેમને તો આ રોગની અસર થઇ નથી ને ?  હળવી શરદી ખાસીની સ્થિતીમાં પણ લોકો સારવાર માટે ભાગી રહ્યા છે. જો કે મોટા ભાગના મામલામાં ડરવાની કોઇ જરૂર દેખાઇ રહી નથી. કોરોના વાયરસને લઇને દુનિયાભરના દેશો અને ભારતના રાજ્યો જોરદાર રીતે આગળ વધી રહ્યા છે.  નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો કહી રહ્યા છે કે જો તાવ વગર શરદી અને ઉદરસ છે તો ચિંતા કરવાની અને ભયભીત થવાની કોઇ જરૂર નથી. આવી જ રીતે તાવની સાથે શરદી ખાસી છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તબીબોની સલાહ લેવાની જરૂર ચોક્કસપણે રહેલી છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે જો શરદી ઉધરસ છે પરંતુ તાવ નથી તો પરેશાન થવાની કોઇ જરૂર દેખાઇ રહી નથી. સાવધાની રાખવાની જરૂર રહેલી છે. સાવધાની રાખીને આરામ કરશો તો તમામ રીતે રાહત મળી શકે છે. આ એક પ્રકારના સામાન્ય ફ્લુ તરીકે હોય છે. કોરોના રોગના લક્ષણની વાત કરવામાં આવે તો તેમાં તેજ તાવ આવે છે. જેમાં ૧૦૦ ફેરનહિટથી વધારે તાવ હોય છે. સુખી ખાસી આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શરદી ઉધરસની સાથે જેમને તાવ છે થર્મામીટરમાં તાવ ૧૦૦ ફેરનહિટથી ઓછો છે તો પરેશાન થવાની કોઇ જરૂર નથી. નાકમાંથી પાણી આવે તો ચિંતાની કોઇ વાત નથી.જે લોકોના ઘરમાં કોરોનાના રોગી છે અથવા તો કોરોના રોગીની સાથે રહી ચુકેલા લોકો છે તેમને વધારે ચિંતા રાખવાની જરૂર છે. મોટી વયના લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. જેથી તેમનામાં ખતરો વધારે હોય છે. મોટી વયના લોકોએ ભીડવાળા વિસ્તારોને ટાળવાની જરૂર હોય છે. જો જરૂરી ન હોય તો કોઇ યાત્રા કરવામાં ન આવે તે જરૂરી છે. હેલ્થી ડાઇટ લેવાની સમયની માંગ છે. સતત કસરત કરવાથી લાભ થાય છે. હાલમાં શરદી ખાસ અને ઉધરસ છે જો ભીડભાડવાળા વિસ્તારમાં જવાથી બચવાની જરૂર છે. ખુલામાં છીંક ખાતા બચવાની જરૂર છે. જો છીંક ખાઇ રહ્યા છો તો રૂમાલનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. રૂમાલ નથી તો શર્ટના બાજુ પર છિંક ખાવાની જરૂર હોય છે. બાજુ પર છિંક ખાવાથી ઓછુ ફેલાય છે. બીજા દેશોની યાત્રા કરવાની હાલમાં કોઇ જરૂર દેખાતી નથી. લોકોની સાથે હાથ મિલાવવાના બદલે નમસ્કાર કરવાની જરૂર છે. નમસ્કાર અને પ્રણામ કરી શકાય છે. નિયમિત વ્યવસાય કરવામાં આવે તો જરૂરી છે. હેલ્થી ડાઇટ લેવાની પણ જરૂર રહેલી છે. ખુબ પાણી પિવાની જરૂર રહેલી છે. શરદી ખાસી અને ઉધરસ છે તો આરામ કરવાની જરૂર છે. જે લોકોને વધારે શરદી ગરમી છે તે લોકો સ્ટીમ લઇ શકે છે. જો કોલોનીમાં કોઇ વ્યક્તિ કોરોનાના કારણે ગ્રસ્ત છે તો પરેશાન થવાની કોઇ જરૂર નથી. તેનાથી છ ફુટ દુરી રાખીને રહી શકાય છે. કેટલીક વખત પોસ્ટ વાયરલ પણ ઇન્ફેક્શન થઇ જાય છે. જેને સેકેન્ડરી ઇન્ફેક્શન કહેવામાં આવે છે. આના કારણે દર્દીની સારવાર લાંબા સમય સુધી ચાલે છે., જેના કારણે દર્દીની સ્થિતી પણ ગંભીર બની જાય છે. વાયરસ બાદ બેક્ટરિયલ ઇન્ફેક્સન સામાન્ય છે. મોટી વયમાં દર્દીમાં ડાયાબિટીસ, શ્વાસ સંબંધી તકલીફ રહે છે. હાઇપરટેન્શનની તકલીફ પણ વધતી જાય છે. હાર્ટ સાથે સંબંધિત બિમારી થાય છે. દર્દીમાં ઓર્ગન ફેલ અને સેપ્ટિક શોકની સ્થિતી આવી જાય છે. જેના કારણે દર્દીની મૃત્યુ થવાની સ્થિતી બગડી જાય છે. જ્યારે લાગે કે ઇન્ફેક્શન જેવી સ્થિતી છે તો સૌથી પહેલા આઇલોલેટ કરવાની જરૂર હોય છે.

પરિવારના બીજા સભ્યોથી અંતર રાખવામાં આવે તે જરૂરી છે. તબીબ પાસે અથવા તો હોસ્પિટલમાં જવાની જરૂર નથી. જો આવુ લાગે તો સરકારી હોસ્પિટલમાં ફોન કરીને માહિતી આપવામાં આવે તે જરૂરી છે. પોતાની પાસે પેરામેડિકલ સ્ટાફ પહોંચ્યા બાદ સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે.

હાલમાં સાવધાની જરૂરી છે

કોરોના વાયરસ હવે ભારતમાં પણ જુદા જુદા રાજ્યોને સકંજામાં લેતા હવે તમામ રાજ્યો વધારે એલર્ટ બની ગયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કોઇ પણ પ્રકારની માહિતીને છુપાવ્યા વગર સાફ શબ્દોમાં કહ્યુ છે કે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે આગામી સમય પણ ઉપયોગી છે. કોરોના કેસોની સંખ્યા ૯૦ લાખથી ઉપર પહોંચી ચુકી છે. આ સમય એટલા માટે મહત્વપૂર્ણ છે કે લોકડાઉનના લાંબા ગાળા બાદ દરેક ક્ષેત્રોમાં રાહત આપવામાં આવી રહી છે. ઔદ્યોગિક પ્રવૃતિ શરૂ થઇ ચુકી છે. આવી સ્થિતીમાં સ્થિતીને હળવી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. જો કે હવે દિલ્હી, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યોછે.  આરોગ્ય મંત્રાલય દ્વારા ચેતવણી આપતા કહ્યુ છે કે કોવિડ-૧૯ અથવા તો કોરોના વાયરસ ખતરનાક   સ્થિતીમાં છે.જેથી કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે.જેથી હાલમાં બચાવ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ભીડવાળા વિસ્તારોમાં ન જવા માટે સુચના આપવામાં આવી રહી છે. આંકડા દર્શાવે છે કે ચીન, ઇટાલી, ફ્રાન્સ, ઇરાન, સ્પેન સહિતના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સૌથી વધારે પોઝિટિવ કેસો સપાટી પર આવ્યા છે. આંકડા દર્શાવે છે કે જો આ બિમારીને  રોકવામાં નહીં આવે તો આ બિમારી ભયાનક રીતે ફેલાઇ જાય છે. ત્યારબાદ તેને કન્ટ્રોલ કરવાની બાબત મુશ્કેલરૂપ બની શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને આગામી બે સપ્તાહ ઉપયોગી છે. હેલ્થી ટિપ્સ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યા છે તે મહત્વપૂર્ણ છે. સાથે સાથે સાવચેતીના પગલા જરૂરી છે. આંકડા અને અભ્યાસ તો એમ પણ કહે છે કે દરેક વ્યક્તિ દરરોજ આશરે ૧૦૦૦ વખત નાક, મો, આંખ, નાક અને કાનને સ્પર્શ કરે છે. જેથી સતત હાથ ધોવામાં આવે તે જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here