ખાન ત્રિપુટી અસ્ત થવા તરફ

0
14
Share
Share

બોલિવુડમાં દશકો સુધી શાસન કરનાર ખાન ત્રિપુઠી સલમાન ખાન, આમીર ખાન અને શાહરૂખ ખાનનુ પ્રભુત્વ હવે ખતમ થવા તરફ છે. આશરે ત્રણ દશક સુધી આ ખાન ત્રિપુઠીનો જાદુ બોલિવુડમાં રહ્યો હતો. જો કે હવે તેમની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. વર્ષ ૨૦૧૯માં જ ટ્રેન્ડની સ્થિતી રહીતે સાબિત કરે છે કે ત્રણેય ખાન હવે અસ્ત થવાની દિશામાં છે. આ વર્ષે શાહરૂખ ખાનની તો કોઇ ફિલ્મ આવી ન હતી. અલબત્ત તે કમાણી કરી રહ્યો છે. નવેસરના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯માં શાહરૂખ અને તેની કંપનીએ ૧૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે આ બિઝનેસમેન શાહરૂખ ખાનની કમાણી છે. ફિલ્મોથી કોઇ કમાણી થઇ નથી. ફિલ્મ સ્ટાર તરીકે શાહરૂખ ખાનની કેરિયર હવે સમાપ્તિ તરફ છે. વાત આમીર ખાનની કરવામા ંઆવે તો પણ એવી જ સ્થિતી રહે છે. એક બાળ કલાકાર તરીકે તે યાદો કી બારાતમાં દેખાયો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૮૪માં તેની હોળી ફિલ્મ આવી હતી. જો કે તેની પ્રથમ સફળ ફિલ્મ કયામત સે કયામત તક હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. તેની ત્યારબાદ તમામ વર્ષો દરમિયાન એક પછી એક સુપરહિટ ફિલ્મો આવી હતી. જે રેકોર્ડ સફળતા મેળવી રહી હતી. જેમાં પીકે, થ્રી ઇડિયટ્‌સ અને અન્ય ફિલ્મનો સમાવેશ થાય છે. જો કે વર્ષ ૨૦૧૮માં ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફ્લોપ સાબિત થઇ હતી. વર્ષ ૨૦૧૯માં તેની કોઇ ફિલ્મ રજૂ કરાઇ ન હતી. તેની કેરિયર પણ હવે પૂર્ણાહુતિની દિશામાં છે. ત્રીજા સૌથી મોટા ખાન તરીકે સલમાન ખાન છે. તેની બે ફિલ્મો આ વર્ષે આવી હતી. જેમાં ભારત અને દબંગ-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. જો કે આ બાબત પણ સાબિત થઇ ગઇ કે તેની ફિલ્મો સૌૈથી વધારે કમાણી કરનાર ફિલ્મ તરીકે રહી નથી. એક સ્ટાર તરીકે સલમાન ખાનની લોકપ્રિયતા તો અકબંધ રહી છે પરંતુ તેના કરતા લોકપ્રિય સ્ટાહર તરીકે પણ હવે ઉભરી રહ્યા છે. જે ત્રણ ફિલ્મો આ વર્ષે સૌથી વધારે કમાણી કરી ગઇ છે તેમાં રિતિક રોશનની વોર ફિલ્મ છે. ત્યારબાદ શાહીદ કપુરની કબીર અને ત્રીજી ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક રહી છે. વિકી કોશલની ફિલ્મ પણ સલમાન ખાન કરતા વધારે કમાણી કરી ગઇ છે. આમીર, સલમાન, અને શાહરૂખ હજુ લોકપ્રિય છે પરંતુ તેમની સામે કેટલાક પડકારો રહેલા છે. તેમના પ્રભુત્વનો હવે અંત આવી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here