ખાનગી શાળાએ પગાર કાપતા શિક્ષકે ખોલ્યું અમૂલ પાર્લર

0
15
Share
Share

રાજકોટ,તા.૮

રાજકોટ સહિત દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે અનેક લોકો પર આર્થિક મુશ્કેલી આવી પડી છે. લોકડાઉનના કારણે અનેક લોકોના કામ-ધંધા અને રોજગારી પર અસર પડી છે. ત્યારે છેલ્લા ૬ મહિનાથી શાળા બંધ છે. જેનો સૌથી મોટો ફટકો શિક્ષકોને પડ્યો છે. જેને પગલે રાજકોટના એક શિક્ષકે નોકરી છોડીને આત્મનિર્ભર બનવા તરફ વળ્યા છે. રાજકોટમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિમેષ પટેલ હવે અમૂલ પાર્લર ખોલી ઘરે ઘરે દૂધ દેવા જાય છે. કોરોનાની મહામારીનાં કારણે લોકડાઉન થતાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જેથી નિમેષ પટેલને મળતો પગાર અડધો થઈ ગયો.

જેથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતાં નિમેષભાઈએ અમૂલ પાર્લર ખોલ્યું છે અને રોજ સવારે ઘરે ઘરે જઈને દૂધ દેવા માટે નીકળી પડે છે. રાજકોટમાં આ પહેલા પણ એક પ્રિન્સિપાલે શાકભાજીની લારી કાઢીને આત્મનિર્ભરનો દાખલો બેસાડ્યો હતો. ત્યારે રાજકોટના શિક્ષક નિમેષ પટેલે  જણાવ્યું હતું કે છેલ્લા ૬ વર્ષથી ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પરંતુ કોરોનાને લઇ નોકરીમાં ૫૦ ટકા પગાર કરી દેતા આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી. જેથી મે નક્કી કર્યું કે કંઈક આત્મનિર્ભર બનવું છે. જેથી મે મારા ઘર પાસે એટલે કે મોટા મવા ચોકમાં જ અમૂલ પાર્લરની એજન્સી લઈને બિઝનેસ શરૂ કર્યો.

હવે ત્રણ મહિનામાં જ સ્કૂલ માંથી મળતી ૫૦ ટકા જેટલી રકમની આવક થવાં લાગી છે. નિમેષભાઈ છેલ્લા ૬ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. નિમેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં આ જ રીતે ધંધો ચાલી જશે તો શિક્ષક તરીકે નોકરી કરવાની હવે કોઈ ઇચ્છા નથી. કોમ્પ્યુટર અને ડીટીપી ઓપરેટરની નોકરી કરતા શિક્ષકે શરમ રાખ્યા વગર ધંધો શરૂ કર્યો અને આજે મોટી સફળતા મેળવી લીધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here