ખાતરની થેલીમાંથી લોખંડના કટકા અને લોટ નીકળતા ચકચાર મચી

0
66
Share
Share

ગીરગઢડા,તા.૩૦
ખેડૂતોને ખેતી માટે આપવામાં આવતા ખાતરમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગીરગઢડાના મહોબતરુરા ગામે ખેડૂતો ખાતરની થેલી ખરીદી હતી. જોકે, આ થેલીમાં લોખંડના ટુકડા અને લોટ મળી આવતા ખેડૂત ચોકી ગયો હતો. ત્યારે ખાતરની થેલીમાંથી મોટા પ્રમાણમાં લોટ મળી આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખેડૂતે પોતાના ખેતરમાં ખાતર નો છટકાવ કરવા ખાતરની બોરીની ખરીદી કરી હતી. પરંતુ બોરી તોડી જોયું તો ખેડૂત પણ દંગ રહી ગયો. ખાતર ની બોરીમાંથી ખાતરના લોટ નિકળ્યો. ત્યારે મગફળી બાદ ખાતરમાં પણ ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here