ખાંભા : દેશી જામગરી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

0
24
Share
Share

અમરેલી, તા.૨૪

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જિલ્લામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ અને આમ જનતા ભય મુક્ત વાતાવરણમાં રહી શકે તે હેતુથી જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઈસમોને તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસઓજીના પોલીસ ઈન્સ. એમ.એ.મોરી તથા એસઓજી ટીમ એટીએસ ચાર્ટર લગત ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે ખાંભા તાલુકાના ભાડા ગામથી થોડે દૂર સાવરકુંડલા રોડ પર આવેલ નદીના પુલ પાસે એક માણસ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ઉભો છે અને તે કોઈ ગુનો કરવાની પેરવી હોય, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેડ કરતા દેશી બનાવટી જામગરી બંદૂક સાથે યાસીનભાઈ હબીબભાઈ ચૌહાણ ઉ.વ.૨૦ ને ઝડપી લઈ તેમની પાસેથી દેશી હાથ બનાવટી જામગરી બંદૂકના મુદામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઈસમ વિરૂઘ્ધ આર્મ્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

કેનાલ નજીક ખાડામાં ડુબી જતા પ્રૌઢનું મોત

મોરબી મૂળ એમપીના રહેવાસી રાજુભાઈ નાનકીયાભાઈ ખરાડી (ઉ.વ.૪૬) નામના આધેડ નશો કરવાની આદત હોય અને ૨૪ કલાક નશામાં રહેતા હોય જે શાપર નજીક પાવડીયારી કેનાલ પાસે પાણીના ખાડામાં પડી જતા ડૂબી જતા મોત થયુ છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here