ખાંભામાંથી પસાર થતા રોડ-રસ્તા રીપેર કરવામાં તંત્રની આડોડાઇ ?

0
19
Share
Share

લોકો ફરિયાદ કરે એટલે તંત્ર થીગડાં મારી કામ કર્યાનો સંતોષ વ્યક્ત કરે છે !

ગીરગઢડા, તા ૧૧

ચાલુ વર્ષે પડેલા વ્યાપક વરસાદના કારણે ખાંભા ગામમાંથી પસાર થતાં સ્ટેટહાઇવે  ૯૦ ઉપરના કિસાનપથમાં  મસમોટા ખાડા પડી ગયા છે. આ બાબતે અનેક વખત રજૂઆતો પછી માર્ગ અને મકાન તંત્ર રાજુલા દ્વારા ખાંભા ગામ વચ્ચેથી પસાર થતા માત્ર દોઢ કિ.મી કિશાનપથમાં પેચ  વર્ક અને ડામર કરવામાં બે મહિનામાં ચાર વખત કરવા છતાં મેઇન બજારમાં આરસીસી રોડ માં વ્યાપકપણે ખાડા પુરવામાં બાકી રહી જવા પામ્યા છે.

ગાંધી ચોકમાં ભયંકર વળાંકમાં રોડ બેસી જવાને કારણે એકાંતરા બાઈક સવારો સતત અકસ્માતનો ભોગ બને છે. સદભાગ્યે કોઈ ગંભીર અકસ્માતનો બનાવ બન્યો નથી ત્યારે ખાંભાની મેઇન બજાર ગાંધીચોકના ભયંકર વળાંકમાં ડામર કામ કરી વળાંક પહેલા પાણીના પરબ પાસે અને તાલુકા કન્યા શાળા પાસે સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો અકસ્માત અટકે તેમ હોવાનું જાણકારો કહે છે.

જાણકારો એવું પણ કહે છે કે બે મહિનામાં ચાર વખત માર્ગ અને મકાન સંતોએ રાજુલા સબ ડિવિઝન દ્વારા બે બે દિવસ કરાય પેચવર્ક હતા પણ ખાંભાના ભગવતીપરામાં હીરો ના શોરુમ થી લઈને ન્યાય કોટર્ સુધીના અને મામલતદાર કચેરી લઈને સ્ટેટ બેન્ક સુધીનો તેમજ ગાંધી ચોકનો રોડ  અનેક ખાડાવાળો રહી જવા પામ્યો છે.

માર્ગ અને મકાન સ્ટેટ દ્વારા ખાંભા રોડની મશ્કરી કરતી હોય તેમ ભેદભાવથી કામ કરવામાં આવતું હોવાના આક્ષેપો થયા છે. માર્ગ અને મકાન સ્ટેટ  રાજુલા સબ ડિવિઝન દ્વારા તાત્કાલિક ખાંભા ગામ મધ્યમાં ઉપરોક્ત રોડના કામ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે

નાની હોડીવાળાની સમસ્યાઓ તાકિદે નિવારવા માંગ

સુત્રાપાડા ખારવા સમાજ દ્વારા  ગુજરાત પીલાણીઓ (હોડી) એસોસિયેશનની  મીટીંગનું આયોજન ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઇ કુહાડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ બેઠક દરમિયાન નાના માછીમારો હોડી વાળા હેરાન થાય છે અને નાના બંદરોમાં કે પીલાણી  હોડીવાળા માટે બનાવો બનતા અટકાવવા માગણીઓ કરાય છે છતાં સરકાર દ્વારા કોઈ ધ્યાન નથી અપાતું.

અવારનવાર ઘણી રજૂઆતો કરવા છતાં તેનો આ જ દિવસ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને બોટવાળા નાની હોડી  વાળા ઉપર બોટ ચડાવી અને ખલાસીઓના જીવ લે છે અને ઝાળ  હોળી મશીન જેવા સાધનોના ખૂબ જ નુકસાન કરે છે. સરકાર આ બધી માગણીઓ પૂર્ણ નહીં કરે તો આગામી દિવસોમાં માછીમારો દ્વારા ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશ.

બેઠકમાં હાજર રહેલા અધ્યક્ષ જિતુભાઈ મોહનભાઈ કુહાડા,  અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ આંજણી,  પોરબંદર ના પ્રમુખ નરેશભાઇ કોટીયા વિગેરે હાજર રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here