ખાંભાઃ પીપળવા ગામનાં યુવાને અમદાવાદમાં ૪૨ દિવસ ૪૨ કી.મી. દોડયો

0
12
Share
Share

ગિરગઢડા તા ૧

ખાંભા તાલુકાના પીપળવા ગીર ગામનો એક ખેડૂત પુત્ર નાનકડો છોકરો ધોરણ ૮માં શ્રી સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુરની હોસ્ટેલમાં આવ્યો  ત્યારે હું ત્યાં ગૃહપતિ હતો.

સાવ સોજો સ્વપનીલ આંખો.કઈક નવું જાણવાની સતત જિજ્ઞાસા ત્યારે અમે કોઈએ કલ્પના પણ નોહતી કરી કે આ છોકરો આ રીતે અનોખું કાર્ય કરી એનું અને એના પરિવારનું નામ રોશન કરશે

તમે ખુલ્લા પગે કેટલું દોડી શકો દરરોજ ૪૨ કિલોમીટર દોડવાનું અને એ પણ ૪૨ દિવસ સુધી જી હા લોકોને કોરોના સામે જાગૃત કરવા માટે તફિું વજ્ઞળય, તફિું તફરયની જાગૃતિ માટે અને પોતાની પાણીદાર ફિટનેસથી ઇંયફહવિં શત ૂયફહવિં  આ સૂત્ર સમજાવવા  ઘનશ્યામ રમેશભાઇ સુદાણી નામનો યુવાન  કોરોનાના સંકટથી ઘેરાયેલા અમદાવાદમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર અલગ અલગ વિસ્તારો અને હાઇવે રોડ પર સતત ૪૨ દિવસ સુધી દરરોજ ૪૨ કિલોમીટર દોડ્‌ લગાવે છે આવું કરનાર તે દેશમાં અજોડ છે. પહેલા થોડા દિવસો કોઈએ નોંધ ન લીધી પરંતુ પછી તો એને દોડતો જોઈ પછી તો ટીવી ચેનલવાળા પણ દોડતા આવ્યા પાછું કોઈ ઓર્ગેનાઇઝર નહિ. પોતાના જ સંકલ્પથી એણે આ મહાકાર્ય પાર પાડ્યું.

આજે વ્યસનથી અને મોબાઈલથી માયકાંગલા થઈ ગયેલા યુવાનો માટે ઘનશ્યામ રમેશભાઈ સુદાણી એક મિસાલ છે  જે દેશનું યુવાધન શક્તિશાળી હોય તે દેશ સુરક્ષિત જ હોય.આપણું ગતિશીલ ગુજરાત આ ઘનશ્યામની ગતિશીલતાની નોંધ લે તો સારું. ખૂબ ખૂબ અભિનંદન ઘનશ્યામ. હજી ખૂબ પ્રગતિ કર એવી શુભકામના

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here