ખાંભાઃ ધારી વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કોળી સંમેલન યોજાયું

0
14
Share
Share

ગિરગઢડા તા ૧

ધારી વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ખાંભા મુકામે પ્રજાપતિ સમાજની વાડીમાં સમસ્ત કોળી સમાજ સંમેલન ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ અને તાજેતરમાં જ ગુજરાત કોળી સમાજના પ્રમુખશ્રી તરીકે નિમણુક પામેલ હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયું.

જેમાં ગુજરાત રાજ્યના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા,ગુજરાત રાજ્ય મ્યુંન્સિપાલ ફાઇનસ બોર્ડેના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા,ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી વી.વી.વઘાસિયા,ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બાવકૂભાઇ ઉધાંડ,અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા,જિલ્લાના બંને મહામંત્રી ઓ કમલેશભાઈ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા,પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડિયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ,રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ જીલ્લુભાઈ બારૈયા,સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી,ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ સેલડીયા,ખાંભા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ ફિન્ડોળીયા, તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ ચાવડા, ખાંભા તાલુકાના ઉપ પરમુખ અસ્વીનભાઈ પરમાર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જગદીશભાઈ ગોસાઈ,ખાંભાના સરપંચશ્રી અમરીશભાઈ જોષી,તાલુકા યુવા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ જાદવ તથા ખાંભા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચ હાજર રહ્યા હતા.  જેમાં હીરાભાઈ સોલંકીનું તાલુકા ભાજપ પરિવાર વતી તથા ખાંભા તાલુકા કોળી સમાજ વતી શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું ..સમગ્ર કાર્યક્રમનું અરવિંદભાઈ ચાવડા અને ભાવેશભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here