ખમાસામાં માસ્ક વગર બાઈક પર ફરતા બે યુવકોને પોલીસે રોક્યા, મારી નાખવાની ધમકી આપી

0
36
Share
Share

અમદાવાદ,તા.૧૧
કોરોના સામે લડવા માટેની રસી શોધાઈ ગઈ હોવા છતાં કોરોના વાયરસને અટકાવવા માટે માસ્ક અવસ્ય પહેરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક કોરોના વાયરસને હરાવવા માટે સફળ સાબિત થયા છે અને તેના દ્વારા વાયરસથી છૂટકારો મેળવી શકાય એમ છે. આમ છતાં ઘણાં એવા બનાવો બને છે કે જેમાં પોલીસની સામે થઈ જવાના, અભદ્ર વર્તન કરવાના અને પોલીસને ધમકી આપવાના કિસ્સા અવાર-નવાર બનતા જ રહે છે. આવા જ અમદાવાદ શહેરમાં બે કિસ્સા નોંધાયા છે જેમાં માસ્કના નિયમનું ઉલ્લંઘ કરીને પોલીસને જેમ ફાવે તેમ બોલવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે.
શહેરના જમાલપુર વિસ્તારમાં બનેલી ઘટનામાં શનિવારે સાંજે બાઈક પર જઈ રહેલા બે યુવકો માસ્ક નહોતું પહેર્યું છતાં છાતી કાઢીને પોલીસની સામે થઈ ગયા હતા. રિપોટ્‌ર્સ મુજબ યુવરાજસિંહ ગોહિલે માસ્ક વગર બિનધાસ્ત જતા બે યુવકોને જ્યારે રોક્યા તો જાણે પોલીસનો વાંક હોય એમ બે યુવકો પોલીસની સામે થઈ ગયા.
મોહમ્મદ રેહાન શેખ અને તેનો ભાઈ અસનેન શેખ આ બન્ને યુવકોને પોલીસે તેમની ભૂલ બદલ રોક્યા તો બન્નેએ પોલીસને મનફાવે તેવી ગાળો બોલવાનું શરુ કર્યું અને જોત-જોતામાં ટોળું ભેગું કરી નાખ્યું. આ ઘટના બાદ કંટ્રોલરુમમાં તેની જાણ કરવામાં આવી હતી. આ બન્ને યુવકોએ પોલીસને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
આ બનાવમાં ગાયકવાડ હવેલી પોલીસે યુવરાજસિંહ ગોહિલની ફરિયાદના આધારે રેહાન અને અસનેન સામે ગુનો નોંધીને તપાસ કરવામાં આવી છે. આ બન્ને યુવકો જમાલપુરના તાનગરવાડમાં આવેલા પગથિયાના રહેવાસી છે.
આવો જ એક બનાવ સેટેલાઈટમાં બન્યો હતો જેમાં કારમાં ડ્રાઈવર સીટ પર બેઠેલા શખ્સે સરખું માસ્ક ના રહેર્યું હોવાથી અટકાવવામાં આવ્યા હતા. માસ્ક મામલે કારને અટકાવવામાં આવી તો રિપોટ્‌ર્સ મુજબ તેમાં બેઠેલા પિતા-પુત્રી કશ્યપ દલાલ (૪૫) અને આસ્કા દલાલ (૧૮) માસ્ક બાબતે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. તેમણે તમે તો લૂંટવા બેઠા છો તેવું કહીને ત્યાંથી કાર લઈને ભાગવા લાગ્યા હતા, આ પછી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરીને બન્નેને રોકીને તેમની સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here